ADI SHANKACHARYA’S CHANNEL

Follow the ADI SHANKACHARYA’S CHANNEL channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va6cUMt7Noa2UXKtuM0w

Adi Shankaracharya

==================
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🕉️THIS IS ” JAGADGURU ADI SHANKARACHARYA’S “BRAHMSUTRA SHANKAR BHASHYAM” GUJARATI (INDIA-BHARAT) VERSION. FREE TO READ 📚 BY AUTHOR BHARAT PURUSHOTTAM SARASWATI – FOR KNOWLEDGE…
AVAIL 🌟 🔗🔗
https://www.amazon.com/dp/B08D7KV8YV/
———————
🕉️=================>>>
અધ્યાસ ભાષ્યમ્ (નિઃશુલ્ક) <<<<<<
======= એપિસોડ: પ્રથમ ==================
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🕉️THIS IS ” JAGADGURU ADI SHANKARACHARYA’S “BRAHMSUTRA SHANKAR BHASHYAM” GUJARATI (INDIA-BHARAT) VERSION. FREE TO READ 📚 BY AUTHOR BHARAT PURUSHOTTAM SARASWATI – FOR KNOWLEDGE…
AVAIL 🌟 🔗🔗
https://www.amazon.com/dp/B08D7KV8YV/
———————
🕉️=================>>>
અધ્યાસ ભાષ્યમ્ (નિઃશુલ્ક) <<<<<<
======= એપિસોડ: પ્રથમ =======(ફેસબુક પોસ્ટ)💐💐💐💐💐💐💐💐🕉️💥✨🌟📚
======================
🌟📚 અધ્યાસ ભાષ્યમ્ – પૂર્વ ભૂમિકા :—>>>>>>>>>>>>>>
======================

જો અવિદ્યાની નિવૃત્તિ કે બ્રહ્મ (પરમાત્મા) ભાવની પ્રાપ્તિ જ “મુક્તિ(મોક્ષ)“ છે, તો અવિદ્યા-નિવૃત્તિનું કે સંસાર-નિવૃત્તિનું સાધન જ મોક્ષનું સાધન છે. સંસારને સત્ય કે યથાર્થ માનવાથી તેની નિવૃત્તિ થઈ શકે નહીં. સંસારને અવાસ્તવિક અને અયથાર્થ (મિથ્યા) માનવાથી જ તેની નિવૃત્તિ સંભવ છે. અદ્વૈત-વેદાન્ત મતમાં સંસારને વાસ્તવિક અને યથાર્થ મનાયેલો નથી, કારણ કે શ્રુતિ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા)થી અતિરિક્ત બીજી કોઈ પણ વસ્તુની વાસ્તવિક સત્તા નથી

એવી સ્થિતિ હોતાં, સંસારનું અસ્તિત્વ દોરડામાં કલ્પિત સાપની જેમ અથવા છીપમાં ભ્રાંતિ કલ્પિત ચાંદીની જેમ આધ્યાસિક (ભ્રાંતિ જનીત) છે-એ ચોક્કસપણે સ્વીકારવું પડે, હવે, જે વસ્તુનું અસ્તિત્વ આધ્યાસિક (ભ્રાંતિ જનીત) રહે, તેને નિવૃત્ત કરવાં માટે તે વસ્તુનું સ્વરૂપજ્ઞાન જરૂરી છે, કે જે વસ્તુનાં અજ્ઞાનને કારણે તે આધ્યાસિક વસ્તુનો અનુભવ થઈ રહ્યો છે. જે વસ્તુનું સ્વરૂપજ્ઞાન ન હોવાને કારણે, આધ્યાસિક (ભ્રાંતિ જનીત) વસ્તુની પ્રતીતિ થાય છે, તે વસ્તુનાં સ્વરૂપજ્ઞાનથી બીજો (આધ્યાસિક વસ્તુનાં અસ્તિત્વની નિવૃત્તિને માટે ), કોઈ પણ ઉપાય નથી, તેથી આ પ્રકૃત સંબંધમાં અજ્ઞાન કે અજ્ઞાન (અવિદ્યા) બંધક સંસારની નિવૃત્તિનો એકમાત્ર ઉપાય કે સાધન બ્રહ્મ ( પરમાત્મા) જ્ઞાન જ છે.

પરિણામે એ જ સિદ્ધ થાય છે કે – બ્રહ્મ (પરમાત્મા)નું સ્વરૂપજ્ઞાન જ અજ્ઞાન (અવિદ્યા ) અને તેનાં કાર્યરૂપ સંસારની નિવૃત્તિનું સાધન છે અને આ જ અજ્ઞાન (અવિદ્યા ) નિવૃત્તિ અને પરમ આનંદ સ્વ-સ્વરૂપે સ્થિતિ જ “મુક્તિ (મોક્ષ)“ છે

તે વિશે સ્પષ્ટ સમજણ આપતું એક ઉદાહરણ છે-આછા અંધકારમાં ક્યારેક દોરડું જોતાં, સાપની ભ્રાંતિ થાય છે. તેનાં કારણે આપણને બીક, ધ્રુજારી વગેરે લાગણી થવા લાગે છે. તેવી ભ્રાંતિ થતાં ક્યારેક દોડતાં દોડતા પડી જવા, ઈજા થવાનો દુ:ખદ પ્રસંગ બને છે.આ અનર્થની નિવૃત્તિને માટે તે ભ્રાતિજનીત સર્પ ઉપર ગમે એટલાં લાકડીથી પ્રહાર કરો, તો પણ તે સર્પની નિવૃત્તિ થતી નથી. પરંતુ, પ્રકાશની સહાયતાથી તે સર્પ ભ્રાંતિનો આશ્રય દોરડાને સ્પષ્ટ રીતે નિઃશંક જોતાં, તુર્ત જ સર્પભ્રાંતિ, કલ્પિત સર્પ અને ભ્રાંતિ જનીત ભય વગેરે જતાં રહે છે.

તેથી એ સિદ્ધ થાય છે કે- કલ્પિત વસ્તુની નિવૃત્તિને માટે ભ્રાંતિના અધિષ્ઠાનરૂપ જે વસ્તુ છે અર્થાત જે આધાર સ્વરૂપ વસ્તુ પર ભ્રમને કારણે કલ્પિત વસ્તુની પ્રતીતિ થાય છે, તે આધાર વસ્તુનું જ્ઞાન સર્વ રીતે અપેક્ષીત છે, બીજી કોઈ પણ રીતે ભ્રમની નિવૃત્તિ તઃતી નથી,

તે જ પ્રમાણે પ્રકૃતમાં બ્રહ્મ વિષયક જે અજ્ઞાન છે, તે જ સંસારનું મૂળ કારણ છે. તથા આ સંસાર જ મનુષ્યોનાં સર્વ અનર્થોનું મૂળ કારણ કે સાધન છે, તેથી કોઈ પણ મનુષ્ય દુઃખથી મુક્ત હોય એવું સુખ મેળવવામાં સમર્થ નથી.

આ સંસારની નિવૃત્તિ કરવા દવા, ઔષધી, મણીરત્ન, મંત્રપ્રયોગ, ચિત્તવૃત્તિ નિરોધ રૂપી યોગ, યજ્ઞ વગેરે વૈદિક કર્મનું અનુષ્ઠાન, પૂજા, ઉપાસના વગેર કોઈ પણ ઉપાય ઉત્તમ ક્ષમતા ધરાવતો નથી. પરંતુ, બ્રહ્મ (પરમાત્મા) તત્ત્વજ્ઞાન જ અનર્થમય સંસારની નિવૃત્તિ માટેનું સક્ષમ અને સાક્ષાત સાધન છે. આ પરિસ્થિતિમાં એમ માનવું પડે કે- મિથ્યાજ્ઞાન (અજ્ઞાન, અવિદ્યા, કે અધ્યાસ) જ સંસારનું કારણ છે.

અધ્યાસ (ભ્રમ )ને સંસારનાં મૂળ કારણ નહીં માનતા, બ્રહ્મ (પરમાત્મા) ઐક્ય જ્ઞાન

(અર્થાત્ અધ્યાસના અધિષ્ઠાન જીવ-અભિન્ન-બ્રહ્મજ્ઞાન )થી ક્યારેય સંસારની નિવૃત્તિ નહીં થઈ શકે. મિથ્યાજ્ઞાન (અજ્ઞાન, અવિદ્યા) કે અધ્યાસને જ સંસારનું મૂળ કારણ ન માનીએ, તો સંસારને સત્ય માનવો પડે. જો સંસારને વાસ્તવિક માનીએ, તો સંસારની નિવૃત્તિ ક્યારેય નહીં થાય. તેથી અધ્યાસની સિદ્ધિ થાય, તો જ મુક્તિનાં કહેલાં ઉપાયો-“ઉપાય “ એવાં શબ્દનાં વાચ્ય બની શકે, અન્યથા “મુક્તિ(મોક્ષ)“નો ઉપાય નહીં થાય અને સાથે સાથે બ્રહ્મ (પરમાત્મા) જીજ્ઞાસ્ય કે વિચારણીય પણ નહીં થાય અને તેથી પ્રસ્તુત બ્રહ્મવિચારક વેદાન્તસૂત્ર કે બ્રહ્મસૂત્રનો પ્રારંભ પણ નિષ્ફળ બને.

ભગવાન બાદરાયણ દ્વારા પ્રણીત આ બ્રહ્મમીમાંસા જીવ-બ્રહ્મ-એકત્વ સાક્ષાત્કાર હેતુભૂત, શ્રવણાત્મક બ્રહ્મવિચાર પ્રતિપાદક અધિકરણો (ન્યાયો )ને જણાવે છે. તેમાં સંપૂર્ણ વેદાન્ત વાક્યોનું સાક્ષાત કે પરંપરાથી પ્રત્યક્ –અભિન્ન અદ્વિતીય બ્રહ્મમાં જ તાત્પર્ય છે.

શાસ્ત્રનાં આરંભમાં જો વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધનું પ્રતિપાદન ન કરાય , તો તેમાં વિદ્વાનોની પ્રવૃત્તિ નથી થતી, તેથી શાસ્ત્રનાં આરંભમાં તેનું વર્ણન કરવું આવશ્યક છે.

II અનુબંધ ચતુષ્ટય II

(૧) વિષય :– આ બ્રહ્મવિષયક મીમાંસા (પૂજીત વિચાર ) કરતાં આ સંપૂર્ણ શસ્ત્રનો “જીવ-બ્રહ્મ-ઐક્ય “ એ વિષય છે.

(૨) પ્રયોજન :– તે બ્રહ્મનાં જ્ઞાન દ્વારા અવિદ્યા – અજ્ઞાન સહિત સંસાર રૂપ બંધનની આત્યંતિક નિવૃત્તિ કે “મુક્તિ “ એ પ્રયોજન છે.

(૩) અધિકારી :– વિવેક, વૈરાગ્ય વગેરે સાધન ચતુષ્ટય (વિવેક, વૈરાગ્ય, શમ,દમ આદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુતા )થી સંપન્ન અધિકારી છે.

(૪) સમ્બન્ધ :– પ્રાપ્ય –પ્રાપક –ભાવ તથા પ્રતિપાદ્ય –પ્રતિપાદક ભાવ વગેરે સમ્બન્ધ છે.

બ્રહ્મ વિચારાત્મક શાસ્ત્ર આરંભમાં પ્રયોજક એવા, આ ચાર અનુબંધોથી યુક્તિપૂર્ણ નિર્ણય કરવાં, સૂત્રકાર આચાર્ય બાદરાયણે “અથાતો બ્રહ્મજિજ્ઞાસ “II૧.૧.૧II આ પ્રથમ સૂત્રની રચના કરી છે.

વિવેક, વૈરાગ્ય, શમ,દમ આદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુતા – ચારે સાધનોથી સંપન્ન વ્યક્તિઓ માટે ઉપરોક્ત સૂત્રથી બ્રહ્મજીજ્ઞાસાનો ઉપદેશ કરેલો છે.આ જીજ્ઞાસા અભિન્ન બ્રહ્મની જ હોય શકે. જીવાત્માથી ભિન્ન બ્રહ્મની નહીં હોય શકે, કારણકે શ્રુતિઓના (વેદોનાં) અધ્યયનથી એ સિદ્ધ છે કે – ભેદશ્રવણ અનર્થરૂપ ભયનું સાધન છે.“અતાસ્મિન્નુદરમન્તરમ્ કુરુતેડથ તસ્ય ભયં ભવતિ (તૈત્તિ. ઉપ. ૨/૭/૧ ), ( આ આત્મામાં થોડો પણ ભેદ કરે છે, તેને મૃત્યુરૂપ ભય પ્રાપ્ત થાય છે ) “મૃત્યો: સ મૃત્યુમાપ્નોતિ ય ઈહ નાનેવ પશ્યતિ“(બૃહદારણ્યક.ઉપ. ૪.૪.૧૯ ), (જે બ્રહ્મમાં ( અવિદ્યાથી ) ભેદ જૂએ છે, મૃત્યુ (યમ )થી મૃત્યુને પામે છે.) આ પ્રમાણે ભેદ જ્ઞાનમાં અનર્થ શ્રવણથી ભિન્ન-બ્રહ્મજ્ઞાન જીજ્ઞાસાનો વિષય નહીં થઈ શકે, તેથી જીવાત્માથી અભિન્ન બ્રહ્મ જ જીજ્ઞાસ્ય છે.

પરંતુ, એ વિચારણીય છે કે – જીવની સાથે બ્રહ્મનો અભેદ થઈ શકે કે નહીં ? જીવમાં અલ્પજ્ઞાત્વ, કર્તુત્વ-ભોક્તૃત્વ વગેરે ધર્મો છે, જયારે બ્રહ્મ (પરમાત્મા) સર્વજ્ઞ, અકર્તા, અભોકતા છે. તેથી બંનેનો અભેદ કેવી રીતે સંભવી શકે છે ?

જીવનાં ઉપરોક્ત ધર્મો અધ્યસ્ત છે, વાસ્તવિક નથી. તેથી, જીવની સાથે બ્રહ્મનો અભેદ થઈ શકે છે. તેથી જ અભિન્ન બ્રહ્મ (પરમાત્મા) જ સંદેહત્વ (સંદિગ્ધત્વ ) અને સપ્રયોજનત્વ રૂપ હેતુઓ હોવાથી, જીજ્ઞાસા શક્ય છે; કારણકે જ્યાં જીજ્ઞાસા હોય, ત્યાં જ સંદિગ્ધત્વ અને સપ્રયોજનત્વ હોય છે, તેથી બ્રહ્મ જીજ્ઞાસ્ય છે, કારણકે અભિન્ન બ્રહ્મ (પરમાત્મા) જ્ઞાન દ્વારા જ મુક્તિની પ્રાપ્તિ થાય છે.

પૂર્વપક્ષ દ્વારા એવું કહેવાય છે કે – બ્રહ્મ જીજ્ઞાસ્ય નહીં થઈ શકે. આપને જે વસ્તુની જીજ્ઞાસા કરીએ છીએ, તે જીજ્ઞાસા થતાં પહેલાં અવિદિત ( અજાણ, સંશયયુક્ત, સંદિગ્ધ ) તેમજ હેતુ રૂપથી પ્રયોજનીય હોય. જો જિજ્ઞાસાનો વિષય જાણેલો (વિદિત,સંશયવિહીન, અસંદિગ્ધ) અને પ્રયોજન વિનાનો રહે, તો તેને જાણવાની ઈચ્છા કોઈ પણ વિદ્વાન વ્યક્તિને ન થાય અમારું તો અનુમાન છે કે : “બ્રહ્મ અજિજ્ઞાસ્યમસંદિગ્ધત્વાત્નિષ્પ્રયોજનત્વાચ્ચ યથા સંન્નિકૃષ્ટ: ઘટઃ I ” (અર્થાત્ – બ્રહ્મ જીજ્ઞાસ્ય નથી, અસંદિગ્ધ (વિદિત) તેમજ નિષ્પ્રયોજન હોવાથી – જેમકે સામે દેખાતો ઘડો) અદ્વૈત વેદાન્ત મતમાં જીવથી અભિન્ન બ્રહ્મ (પરમાત્મા) કહેવાયેલ છે. જીવ અહમ્ પ્રતીતિથી વેદ્ય (જાણવાને યોગ્ય) થાય છે.

અહમ્ ભાવથી પ્રકાશમાન જે આત્મા છે, તે તો સર્વ દ્વારા સારી રીતે જાણેલો (સુવિદિત ) છે, તેથી આ બ્રહ્મ જીજ્ઞાસ્ય નહીં થઈ શકે. “ બ્રહ્મ ( પરમાત્મા)માં સંદેહ ન હોવાથી પણ જીજ્ઞાસ્ય નહીં થઈ શકે. બ્રહ્મ શબ્દનો અર્થ આત્મા થાય છે. –

“બૃહ્ત્ત્વાત્ બૃહણત્વાત્ વાડડત્મૈવ બ્રહ્મેતિ ગીયતે“ (‘વૃદ્ધિ’ અર્થને કહેવાવાળા “બૃહ“ ધાતુ કે “બૃહિ“ ધાતુમાં “મનીન“ પ્રત્યય લગાવવાથી “બ્રહ્મ“ શબ્દની સિદ્ધિ થાય છે. તેથી, બૃહત્ હોવાથી અથવા દેહાદિને જે પરિણામ કરવાવાળું હોવાથી આત્મા જ બ્રહ્મ છે.)

.એ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા) જ્ઞાન મૂક્તિરૂપ પ્રયોજનનો હેતુ હોવાથી પણ, બ્રહ્મ જીજ્ઞાસ્ય નથી, કારણકે જ્ઞાનનાં દ્વારા જેની નિવૃત્તિ થાય છે, તેને જ મિથ્યા કે આધ્યાસિક કહેવાય. પરંતુ, જગત મિથ્યા નથી, તેથી જેમ છીપમાં ચાંદીની નિવૃત્તિ તેનાં જ્ઞાનથી થઈ જાય છે, તેમ બ્રહ્મજ્ઞાનથી આ જગતની નિવૃત્તિ સંભવ છે.એટલે કે બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાન એ મુક્તિનું સાધન નહીં થઈ શકે .એથી પરિણામે એવું કહેવાય કે – બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાન નિષ્પ્રયોજન છે અને એનાં ફલસ્વરૂપ બ્રહ્મ (પરમાત્મા) જીજ્ઞાસ્ય નહિ થઈ શકે. ઉપર બ્રહ્મ (પરમાત્મા)ની વ્યાખ્યા પ્રમાણે – પોતાની જ્ઞાનેચ્છા યત્ન અનુફૂલ ખાન-પાનથી શરીરને પુષ્ટ કરે છે, તેવો આશય એ વચનથી કહેવાયેલ છે. બ્રહ્મ સંજ્ઞક બૃહણ – જે દેહ વગેરેનો પરિણામી છે, તે આત્મા છે, તે આ પ્રમાણે અહમ્ પ્રતીતિથી વેદ્ય (જણાય ) છે. આમ, આ અહમ્ પ્રત્યય વેદ્ય આત્મા જ છે.

“ ઇદમ્ પ્રત્યયનો વિષય “ એટલે કે “આ“ એવાં શબ્દજ્ઞાનનો વિષય. “ઈદમ્ “–એટલે“ આ “-નો વિષય શરીર, ઈન્દ્રિય,મન વગેરે જ બને છે અને “આત્મા “ – “અહમ્ “ – એટલે “હું “ એવી પ્રતીતિનો વિષય ( ““અહમ્ “ પ્રત્યયનો વિષય ) થાય છે. આમ, “અહમ્ “ પ્રત્યયનો વિષય આત્મા છે. આ અહમ્ પ્રત્યયનો વિષય દેહ, ઇન્દ્રિય, મન વગેરેથી ભિન્ન વિદિત (જાણેલો ,સંશયવિહીન, અસંદિગ્ધ ) અને અવિપરિત એવા પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ છે, તેથી બ્રહ્મ (પરમાત્મા) જિજ્ઞાસાનો વિષય નહીં થઈ શકે .

તેમજ બ્રહ્મ (પરમાત્મા) નિષ્પ્રયોજન હોવાથી પણ જીજ્ઞાસ્ય નહિ થઈ શકે. આ શાસ્ત્રમાં સંસાર નિવૃત્તિ રૂપ અપવર્ગ જ પ્રયોજન છે. બ્રહ્મજીજ્ઞાસા સપ્રયોજન હોતાં, બ્રહ્મ (પરમાત્મા)ની જીજ્ઞાસા થઈ શકે છે. પરંતુ, બ્રહ્મજીજ્ઞાસાનું કોઈ પ્રયોજન નથી, તેથી પણ બ્રહ્મ (પરમાત્મા) જીજ્ઞાસ્ય નહિ થઈ શકે.

આત્મામાં કર્તુત્વ ભોક્તૃત્વ વગેરેનું હોવું “સંસાર“ શબ્દનો અર્થ છે. તે સંસારનું નિમિત્ત છે – આત્મતત્વનું અજ્ઞાન હોવું તે, “સંસારશ્ચાત્મયાથાત્મ્યાનનુભવનિમિત્ત આત્મા યાથાત્મ્યજ્ઞાનેન નિવર્તનીય: I“ – એટલે કે આત્મવિષયક યથાર્થ અનુભવ ન રહેતાં જ આ સંસાર છે. અતઃ આત્માનું આત્મવિષયક જે યથાર્થ જ્ઞાન છે, તેનાં દ્વારા જ આ સંસારની નિવૃત્તિ ઉચિત છે.

આશય એ છે કે – અહમ્, મમ વગેરે જે અધ્યાસ છે, તે સંસાર છે અને આ સંસાર આત્માનો યથાર્થ અનુભવ ન હોવાને કારણે છે. સંસાર આત્માનો યથાર્થ અનુભવ થતાં આત્માનું જ અજ્ઞાન છે, તેની નિવૃત્તિ થઈ જશે.

સિદ્ધાંત પક્ષ : કહે છે કે – આત્મતત્ત્વજ્ઞાનથી સંસારની નિવૃત્તિ સંભવ છે, તેથી તત્વજ્ઞાનથી જ નિવૃત્તિ કરાય. પ્રકૃતમાં બ્રહ્મજીજ્ઞાસા નિષ્પ્રયોજન તો નહીં તહી શકે, પણ બ્રહ્મજીજ્ઞાસા થતાં બ્રહ્મ ( પરમાત્મા) જ્ઞાન થશે. બ્રહ્મજ્ઞાન જ આત્મતત્ત્વજ્ઞાન છે. આમ, આત્મતત્ત્વજ્ઞાનરૂપ યાથાત્મ્ય-અનુભવ ( આત્માનો યથાર્થ અનુભવ ) હોવાથી, સંસારની નિવૃત્તિ સિદ્ધ થશે. તેથી, પ્રયોજન મળી જવાથી, બ્રહ્મજીજ્ઞાસા નિષ્પ્રયોજન નથી, એ સિદ્ધ થયું .

પૂર્વપક્ષ : અહમ્ – હું એવી વૃત્તિનો અનુભવ – પ્રતીતિ જ તત્ત્વજ્ઞાન છે અને આ ‘ હું ‘ નાં અનુભવરૂપ આત્મ-યાથાત્મ્ય-જ્ઞાન ( આત્માનું યથાર્થ જ્ઞાન ) સંસાર દશામાં પણ વર્તમાન છે, તેથી બ્રહ્મ ( પરમાત્મા)જ્ઞાન નિષ્પ્રયોજન છે, તે સિદ્ધ થશે. એમાં કારણ છે – કે અહમ્ નાં અનુભવરૂપ આત્મયાથાત્મ્યજ્ઞાન સર્વને સદા વિદ્યમાન છે. સાથે સાથે તેની અનુવૃત્તિ થવાથી આત્મજ્ઞાનથી સંસાર બાધનો સંભવ નથી, તેથી બ્રહ્મજીજ્ઞાસા નિરર્થક છે.

સકળ લોક પ્રત્યક્ષ સિદ્ધ “અહમ્ “ એવી પ્રતીતિ – અનુભવથી સમર્થિત થતાં દેહ, ઇન્દ્રિય વગેરેથી ભિન્ન આત્માથી બીજો, બ્રહ્મ (પરમાત્મા)થી અભિન્ન આત્માનો સ્વીકાર નહીં કરી શકાય. સર્વ લોકો દ્વારા દેહ, ઇન્દ્રિય વગેરેથી ભિન્ન રૂપે જ “અહમ્“નો અનુભવ થવાથી, તેનાંથી બીજો આત્મા નહીં હોય શકે.

ઉપનિષદ દ્વારા અવગત (જ્ઞાત) થતું આત્મૈક્ય બ્રહ્મજ્ઞાન – તત્ત્વજ્ઞાન નહીં થઈ શકે. કારણ કે સર્વ લોકોનાં પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ આત્મતત્ત્વ, ઉપનિષદથી અન્ય રીતે સમર્થિત ન થઈ શકે. એટલે કે આત્મભિન્ન બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાન એ આત્મતત્ત્વજ્ઞાન ન થઈ શકે.

એ પ્રમાણે હોવાથી, ઉપનિષદથી જનિત આત્મૈક્ય આત્મજ્ઞાન, એ તત્ત્વજ્ઞાન ન થઈ શકે.”નાડહં બ્રહ્મ “ (હું બ્રહ્મ (પરમાત્મા) નથી ), “અહં કર્તા “ (હું કર્તા છું), “અહં ભોક્તા“ (હું ભોક્તા છું), “અહં અલ્પજ્ઞ “ (હું અલ્પજ્ઞ છું) – વગેરથી પ્રત્યક્ષ અનુભુત આત્મતત્ત્વ અકર્તા, અભોકતા, સર્વજ્ઞ બ્રહ્મ (પરમાત્મા)થી ભિન્ન પ્રતીત થઈ રહ્યું છે, તેથી કર્તુત્વ, ભોક્તૃત્વ વિશિષ્ટ આત્મા (જીવાત્મા )નું ઉપનિષદ દ્વારા અકર્તા, અભોકતા, બ્રહ્મ (પરમાત્મા)-અભિન્ન રૂપથી પ્રતિપાદન કરવું સંભવ નથી. તેથી આ રીતે અનુભવનાં વિરોધરૂપ હેતુથી ઉપનિષદ દ્વારા પ્રતિપાદિત આત્માથી ભિન્ન, બ્રહ્મ (પરમાત્મા) ગૌણ-અર્થ-બોધક છે.સર્વ વેદોનાં સેંકડો વાક્યોથી પ્રત્યક્ષ અનુભવિત ઘટ (ઘડા )ને પટ (વસ્ત્ર ) નહીં કરી શકે અને તેનું સમર્થન પણ નહીં કરી શકે.

અહમ્ થી બીજો આત્મા માનવાથી, તો તેનો બ્રહ્મ (પરમાત્મા) સાથે અભેદ થઈ શકે.અહમ્ ની પ્રતીતિ જ તો હું કર્તા , હું ભોક્તા વગેરે રૂપે થઈ રહી છે. તેથી અહમ્ આત્માનો બ્રહ્મ (પરમાત્મા)ની સાથે અભેદ ઉપનિષદનાં આધારે સ્વીકાર કરતાં, પ્રત્યક્ષ અનુભવનો વિરોધ ઉપસ્થિત થતાં, ઉપનિષદ વાક્યાર્થનો બીજો કોઈ લાક્ષણિક અર્થ માનવો પડશે.

જો આપણે માની લઈએ કે – અહંકારથી બીજો કોઈ આત્મા છે અને તેનું બ્રહ્મ (પરમાત્મા)ની સાથે ઐક્ય જ્ઞાન ઉપનિષદથી કરાયેલ છે, આત્મા (જીવાત્મા)ને બ્રહ્મ (પરમાત્મા)થી અભિન્ન સ્વીકાર કરતાં, બ્રહ્મ ( પરમાત્મા) અકર્તા, અભોકતા છે. તેથી, બ્રહ્મ (પરમાત્મા)થી અભિન્ન આત્મા (જીવાત્મા) જ કર્તા, ભોક્તા નહીં થઈ શકે, ત્યારે આત્મામાં “ હું કર્તા, ભોક્તા છું “ વગેરેથી કર્તુત્વ, ભોક્તૃત્વનો જે અનુભવ થઈ રહ્યો છે, તે કેવી રીતે સંભવી શકે?

સિદ્ધાંત પક્ષ :– આત્મા (જીવાત્મા)માં કર્તુત્વ, ભોક્તૃત્વ વગેરેનો અનુભવ વાસ્તવિક નથી, પણ આધ્યાસિક (અધ્યાસથી, ભ્રમથી) કલ્પિત છે. આત્માનો અંતઃકરણ ( અહંકાર, મન, બુદ્ધિ ચિત્ત વગેરે )ની સાથે તાદાત્મ્ય – અભેદનો અધ્યાસ (ભ્રમ થવાથી, અંતઃકરણગત(અહંકારગત) કર્તુત્વ, ભોક્તૃત્વ વગેરેથી આત્મામાં અધ્યસ્ત (ભ્રાન્તિજનીત) જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન નથી. જેમકે, અહંકાર એવી – અંતઃકરણ વૃત્તિ નો આત્મા (ચૈતન્ય)ની સાથે – તાદાત્મ્ય (અભેદ) થતાં, અહમ્ માં ચૈતન્યની પ્રતીતિ-અનુભવ થાય છે. –એટલે કે અહંવૃત્તિયુક્ત અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) ચેતન આત્માસ્વરૂપે પ્રતીત –અનુભૂત થાય છે. આ પ્રમાણે આત્મામાં આધ્યાસિક (અધ્યાસથી, ભ્રમથી) કર્તુત્વ, ભોક્તૃત્વ વગેરે છે, પણ તે વાસ્તવિક નથી. અહમ્–પ્રતીતિ અને આત્મા, આ બંનેમાં સમાન ધર્મ રહેતાં “ પરસ્પર-તાદાત્મ્ય-અધ્યાસ (પરસ્પર-અભેદ-ભ્રાંતિ) થઈ શકે છે. જેમકે, છીપમાં અને ચાંદીમાં સમાન ધર્મ –કયો? –ચમકીલાપણાનો હોવાથી, છીપમાં ચાંદીનો અધ્યાસ (ભ્રમ) થાય છે.

આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જયારે અહમ્-પ્રતીતિ રૂપ અંતઃકરણ જડ છે,આ બંનેમાં ચેતનતા અને જડતા રૂપ ધર્મો, વિરુદ્ધ ધર્મો છે, તેથી “પરસ્પર તાદાત્મ્ય“ (પરસ્પર અભેદ) સંભવ નથી. એ પ્રમાણે બંનેનાં ધર્મો (ચેતનતા અને જડતા રૂપ ધર્મો) નો પણ એકબીજામાં અધ્યાસ સંભવ નથી. આ અધ્યાસના આક્ષેપનાં રૂપે “યુસ્મદસ્મત્પ્રત્ય ” થી ”મિથ્યેતિ ભવિતું યુક્તમ્” અહીં સુધીનું “અધ્યાસ-ભાષ્ય”પ્રવૃત્ત થયેલ છે, અર્થાત્ તેનાંથી અધ્યાસ આક્ષેપની શંકા કરાયેલી છે…

🕉️=================>>>
અધ્યાસ ભાષ્યમ્ (નિઃશુલ્ક) <<<<<<
======= એપિસોડ: પ્રથમ – પૂર્ણ =======(ફેસબુક પોસ્ટ)💐💐💐💐💐💐💐💐🕉️💥✨🌟📚
ટૂંક સમય માં એપીસૉડ: દ્વિતીય- અનુવર્તિત થશે…..🌟❤️👍😀થોભો અને અનુવર્તિત પોસ્ટ માટે અહીં જોતા રહો…ધન્યવાદ=======(ફેસબુક પોસ્ટ)💐💐💐💐💐💐💐💐🕉️💥✨🌟📚📌