‘BRAHMSUTRA SHANKARBHASHYAM-ADHYAS BHASYAM-PART-I

BRSU-BPS-INDIA-ADHYAS-BHASHYAM-SMASH-JPG

II II

 મહર્ષિ  બાદરાયણ  વેદવ્યાસ પ્રણીત 

 બ્રહ્મસૂત્ર

 નાં  ઉપર 

 શ્રીમદ્  પરમહંસ  પરિવ્રાજકાચાર્ય  જગદ્ગુરુ 

 શ્રીમદ્  આદિ  શંકરાચાર્ય  વિરચિત 

 શાંકરભાષ્ય  

 અથવા 

 શારીરકમીમાંસાભાષ્ય  

બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય-ગ્રન્થમાલા (ગુજરાતી સીરીઝ)

 પુષ્પ-પ્રથમ

અધ્યાસ ભાષ્યમ્

 મૂળ સંસ્કૃત ભાષ્ય

 પ્રસિદ્ધ ભામતી-રત્નપ્રભા-ન્યાયનિર્ણય-ન્યાયમાલા

 આદિ મૂળ સંસ્કૃત વ્યાખ્યાઓનાં તાત્પર્યનો સમાશ્રય કરીને 

 ભરત પુરુષોત્તમ સરસ્વતી  

 દ્વારા વિરચિત  

 પરમ જ્યોતિ  

  વ્યાખ્યાથી સમલંકૃત તથા શારીરકમીમાંસાભાષ્યનો  

 સરળ ગુજરાતીભાષાનુવાદ સહિત  

ગુજરાતી વર્ઝન૧.૧.૧.૧

: પ્રકાશક :

 ભરત પુરુષોત્તમ સરસ્વતી

 છત્ર હેઠળ : (UNDER PLATFORM) :

 સ્મેશવર્ડ્સ,ઈન્ક., યુ.એસ.એ. (SMASHWORDS,INC., U.S.A.)

PAGE-2

બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યમ્

 

** ૧૮ **  અધ્યાસો નામ અતસ્મિન્સ્તદ્બુદ્ધિરિત્યવોચામ્ I તથાપુત્રભાર્યાદિષુ વિકલેષુએ સકલેષુ વા અહમેવ વિકલ સકલો વેતિ બાહ્યધર્માનાત્મન્યધ્યસ્યતિ; તથા દેહધર્માન્સ્થૂલોડહં, કૃશોડહં, ગૌરોડહં, તિષ્ઠામિ, ગચ્છામિ, લન્ઘયામિ, ચેતિ I તથેન્દ્રિયધર્માન્મૂકઃ, કાણ:, ક્લીબ:, બધિર:, અંધોડહમિતિ I તથાડન્તઃકરણધર્માન્કામસંકલ્પ વિચિકિત્સા ડધ્યવસાયાદીન્ I એવમહંપ્રત્યયિનમશેષસ્વપ્રચારસાક્ષિણિપ્રત્યગાત્મન્યધ્યસ્ય, તં પ્રત્યગાત્માનમ્ સર્વસાક્ષિણમ્ તદ્વિપર્યયેણાન્તઃકરણાસ્વધ્યસ્યતિ I એવમયમનાદિરનન્તો નૈસર્ગિકો અધ્યાસો મિથ્યાપ્રત્યયરૂપઃ કર્તૃત્વભોક્તૃત્વ પ્રવર્તક: સર્વલોકપ્રત્યક્ષ: I

** ૧૯ ** અસ્યાનર્થહેતોઃ પ્રહાર્ણાય, આત્મૈકત્વવિદ્યાપ્રતિપત્તયે સર્વે વેદાન્તા આરભ્યન્તે I  

યથા ચાયમર્થ: સર્વેષાં વેદાન્તાનામ્ તથા વયમસ્યામ્ શારીરકમીમાંસાયાં પ્રદર્શયિષ્યામ: II

 *****

 II ॐ તત્સદિતિ શ્રીમત્પરમહંસ પરિવ્રાજકાચાર્ય ગોવિન્દભગવત્પૂજ્યપાદ શિષ્ય શ્રીમત્ શંકર ભગવત્પાદ કૃતૌબ્રહ્મસૂત્રશારીરકમીમાંસાભાષ્યે,અધ્યાસભાષ્યમ્સંપૂર્ણમ્ II

 

 

 શારીરકમીમાંસાભાષ્ય

 

** ૧૮ **  એક વસ્તુમાં (અતદ્ માં ), બીજી વસ્તુની (તદ્ ની ) બુદ્ધિ થવી એનું નામઅધ્યાસછે, એવું પહેલાં અમો કહી ચુક્યાં છીએ. જેમકે, કોઈ પુત્ર, સ્ત્રી, વિ.ને અપૂર્ણ કે પૂર્ણ હોતાં હું અપૂર્ણ કે પૂર્ણ છું પ્રમાણે બાહ્ય પદાર્થોનાં ધર્મોને પોતાનામાં અધ્યાસ કરે છે. તથાહું સ્થૂળ છું “,” હું કૃશ (પાતળો ) છું “, “હું ગૌર છું, “હું ઉભો છું , હું જાઉં છું, હું ઓળંગુ છું “, – પ્રમાણે દેહના ધર્મોનો પોતાનામાં અધ્યાસ કરે છે. અનેહું મૂક (મૂંગો ) છું, કાણો છું, નપુંસક છું, બહેરો છું, આંધળો છું પ્રમાણેનાં ઇન્દ્રિયોના ધર્મોનો અધ્યાસ કરે છે. એવી રીતે કામ, સંકલ્પ સંશય, નિશ્ચય વિ. અંતઃકરણનાં ધર્મોનો પોતાનામાં અધ્યાસ કરે છે.

 એવી જ રીતે અહં પ્રત્યય (હું એવી પ્રતીતિ )વાળાં અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ) નો, અંતઃકરણની સર્વ વૃત્તિઓનાં સાક્ષીભૂત પ્રત્યાગાત્મા(અંતરાત્મા, કે ચિદાભાસ)માં અધ્યાસ (આરોપ ) કરીને અને એનાંથી વિપરીત તે સર્વ સાક્ષી પ્રત્યાગાત્માનો, અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર )વિ.

PAGE-3

માં અધ્યાસ કરે છે.આમ, અનાદિ, અનંત, નૈસર્ગિક (કુદરતી ), મીથ્યાજ્ઞાનસ્વરૂપ અને આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ આદિનો પ્રવર્તક અધ્યાસ સર્વજન પ્રત્યક્ષ છે.

** ૧૯ ** વેદાન્તશાસ્ત્ર  વિષયપ્રયોજન :– અનર્થના હેતુભૂત અધ્યાસ (અવિદ્યા )ની સમૂળ નિવૃત્તિને માટે તથા બ્રહ્મ (પરમાત્મા ) આત્મા (જીવાત્મા ) એકત્વ જ્ઞાનની પ્રાપ્તિ માટે સર્વ વેદાન્તોનો આરંભ થાય છે. જે પ્રમાણે સર્વ વેદાન્તોનો બ્રહ્મ (પરમાત્મા ) આત્મા ( જીવાત્મા ) એકત્વ પ્રયોજન છે, તેને તે પ્રમાણે અમો અહીં શારીરકમીમાંસા માં બતાવીશું .

 *****

 II ॐ તત્સદ્ ઈતિ શ્રીમત્ પરમહંસપરિવ્રાજકઆચાર્ય ગોવિન્દ ભગવત્ પૂજ્યપાદ શિષ્ય શ્રીમત્ શંકર ભગવત્પાદ કૃત બ્રહ્મસૂત્ર શારીરકમીમાંસાભાષ્યનો

ભરત પુરુષોત્તમ સરસ્વતી કૃત ગુજરાતીભાષાનુવાદમાંઅધ્યાસભાષ્યસમાપ્ત “ II

_____________________________________________________________

 

પરમ જ્યોતિ

 

** ૧૮ ** બે પ્રકારનાં અધ્યાસમાં ધર્મ-અધ્યાસને જ સર્વ અનર્થોનું સાક્ષાત કારણ કહ્યું છે, તેને સમજાવવા માટે આચાર્ય શંકરે ભાષ્યમાં કહ્યું છે કે –“ તથાપુત્રભાર્યાદિષુ …..થી…. કામસંકલ્પ વિચિકિત્સા ડધ્યવસાયાદીન્ I “ (જેમકે, કોઈ પુત્ર, સ્ત્રી, વિ.ને થી …...એવી રીતે કામ, સંકલ્પ સંશય, નિશ્ચય વિ. અંતઃકરણનાં ધર્મોનો પોતાનામાં અધ્યાસ કરે છે )  આ ભાષ્યમાં બાહ્ય-ધર્મ, દેહ-ધર્મ, ઇન્દ્રિય-ધર્મ અને અંતઃકરણ-ધર્મનાં ઉદાહરણથી ધર્મ-અધ્યાસનો જ ઉલ્લેખ પ્રથમ કરાયેલો છે. આમ, ભાષ્યકારે ધર્મઅધ્યાસનાં ઉદાહરણપ્રદર્શનથી એક ગુહ્ય ઈરાદો કહ્યો છે, તે સંસારમાં વૈરાગ્યનું ઉત્પાદન, કારણ કે વૈરાગ્ય વિના તત્ત્વજ્ઞાન દૃઢ નથી થતું. જેવી રીતે ઘાસનું તણખલું, નદીનાં જળમાં વહી જાય છે, તેવી રીતે ભોગવાસના તત્વજ્ઞાનને વહાવી લઈ જાય છે. ધર્મઅધ્યાસ સર્વ અનાર્થોનો હેતુ કહેવાનો અભિપ્રાય છે કે – “અનર્થહેતુશબ્દનો અર્થ  “દુઃખનું કારણએવો થાય છે.

  દુઃખ ભેદજ્ઞાનનાં વિના થતું નથી. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયનો ભેદ રહેતાં દુઃખનું જ્ઞાન રહે છે, તે રહેતાં દુઃખનું જ્ઞાન રહેતું નથી

 ભાષ્યકારે અપેક્ષાકૃત સન્નિહિત દેહ અને તેનાં ધર્મો, આત્મામાં અધ્યસ્ત (આરોપિત ) થઈને કેવાં પ્રકારે અનર્થનું ઉત્પાદન કરે છે, તે “તથા દેહધર્માન્ –“  વિ. ભાષ્યમાં કહેલ છે.નિતાંત અસંનિહિત દેહ વિ.થી દૂરની બાહ્ય વસ્તુનો ધર્મ આત્મામાં આરોપિત થવાં છતાં, પણ જયારે અનર્થનું સાધન થાય

PAGE-4

છે, ત્યારે તેની અપેક્ષાએ સન્નિહિત દેહ રૂપ બાહ્ય વસ્તુનો ધર્મ, આત્મામાં આરોપિત થતાં અનર્થનું સાધન થાય છે, એમાં કહેવાનું શું? એટલેકે તે અત્યંત સંભવ છે.

અનાત્મામાં આત્માનાં અધ્યાસના પરિચયમાં ધર્મઅધ્યાસનો પરિચય આપ્યો છે. આ સ્થળે ધર્મ-અધ્યાસના મૂળભૂત ધર્મીનાં અધ્યાસનું સ્વરૂપ આચાર્ય શંકરે “એવમહંપ્રત્યયિનમશેષ- સ્વપ્રચારસાક્ષિણિ…થી તદ્વિપર્યયેણાન્તઃકરણાસ્વધ્યસ્યતિ I “(એવી રીતે અહં પ્રત્યય (હું એવી પ્રતીતિ )વાળાં અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ) નો, અંતઃકરણની સર્વ વૃત્તિઓનાં સાક્ષીભૂત પ્રત્યાગાત્મામાં અધ્યાસ (આરોપ ) કરીને અને એનાંથી વિપરીત તે સર્વ સાક્ષી પ્રત્યાગાત્માનો, અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર )વિ. માં અધ્યાસ કરે છે ) અર્થાત્ અહં પ્રત્યયીના અશેષ સ્વપ્રચાર સાક્ષી પ્રત્યગાત્મામાં અધ્યાસ કરીને અને આ પ્રત્યગાત્માનાં વિપરીત ક્રમમાં અંતઃકરણ વિ.માં અધ્યાસ કરે છે.- આ ભાષ્ય વાક્યથી વર્ણન કરેલ છે.

 ધર્મીનો અધ્યાસ જ ઉક્ત ધર્મ-અધ્યાસનું મૂળ છે. “અહં પ્રત્યય (હું એવી પ્રતીતિ )વાળાં અંતઃકરણ, “ નો અર્થ “ તે અંતઃકરણ, કે જે અંતઃકરણમાં અહં-પ્રત્યાય-રૂપ એક વૃત્તિ ઉત્પન્ન થાય છે, “ – આ પ્રમાણે અહં-પ્રત્યય વિશિષ્ટ જે અંતઃકરણ, તેનાં સાક્ષી-સ્વરૂપ પ્રત્યગાત્મામાં અધ્યાસ થાય છે, અને તે સાક્ષી-સ્વરૂપ પ્રત્યગાત્માનો પુનઃ આ પ્રકારે અહં-પ્રત્યય વિશિષ્ટ – અંતઃકરણમાં અધ્યાસ થાય છે. ધર્મીનો અધ્યાસ સર્વ પ્રકારનાં ધર્મઅધ્યાસનું મૂળ છે.

 અહં પ્રત્યય (હું એવી પ્રતીતિ )નો આધાર કોઈ સ્વયં નિત્ય પદાર્થ છે, જે ત્રણે અવસ્થામાં (જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં ) સાક્ષી થઈને પણ પંચકોશ (અન્નમય, મનોમય, વિજ્ઞાનમય, પ્રાણમય અને આનંદમય કોશ ) થી અતીત છે. અને બુદ્ધિવૃત્તિઓના હોતાં કે હોતાં, “અહંભાવથી સ્થિત થયેલો જે જાણે છે, તે આત્મા છે.

 આ અહંપ્રત્યય, બુદ્ધિરૂપ અંતઃકરણની પરિણતીરૂપ એક વૃત્તિ છે, જે જડ છે, તેનાં દ્વારા વિષયપ્રકાશ (વિષયોનું જ્ઞાન ) નથી થતો જે કોઈ પદાર્થ, પ્રકાશરૂપ (જ્ઞાનરૂપ ) સાક્ષીનાં દ્વારા પ્રકાશિત નથી થતો, તેવી સ્થિતિમાં વિષયપ્રકાશ (વિષયોનું જ્ઞાન ) નહીં કરી શકે. પ્રમાણે, અહંપ્રત્યય વિશિષ્ટ અંતઃકરણ અને સાક્ષીસ્વરૂપ ચૈતન્ય બંને પરસ્પર અધ્યસ્ત થવાથી, જીવભાવનો ઉદય થાય છે, તે જીવનાં કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વ વિ. ધર્મો ઉત્પન્ન થાય છે.

પ્રકારે, કર્તૃત્વ, ભોક્તૃત્વ વિ અંતઃકરણનાં ધર્મો, સાક્ષીસ્વરૂપ પ્રત્યગાત્મામાં અધ્યસ્ત (આરોપિત ) થઈને, જીવનું કર્તૃત્વ, ભોક્તૃત્વ વિ, ઉત્પન્ન થાય છે. તે પ્રકારે પ્રત્યગાત્માનો ચૈતન્ય ધર્મ, અંતઃકરણમાં આરોપિત થઈને, મન, બુદ્ધિ આદિ અંતઃકરણને ચેતનનાં સમાન જણાવે છે.અહીં ભાષ્યસ્થ શબ્દ તદ્વિપર્યયેણનાં તદ્ થી જડ અંતઃકરણ ગૃહીત થયેલું છે, તેનું વિપર્યેણવિપર્યય (વિપરીત ) અર્થાત્ ચૈતન્ય, તેનું સ્વરૂપ અંતઃકરણમાં આરોપિત (અધ્યસ્ત ) થાય છે.

 આચાર્ય શંકરે ભાષ્યમાં “અશેષ- સ્વપ્રચારસાક્ષિણિ… “ (અંતઃકરણની સર્વ વૃત્તિઓનાં સાક્ષીભૂત પ્રત્યાગાત્મામાં ) ‘સાક્ષિણિ ‘ ‘સાક્ષી “ શબ્દથી વેદાન્ત રહસ્યને ખુલ્લું કર્યું છે. સાક્ષી–ચૈતન્ય નિરુપાધિક બ્રહ્મ ચૈતન્યની અવગતિ (જ્ઞાન ) વિવક્ષિત (કહેવાને ઈચ્છિત ) નથી. નિરુપાધિક બ્રહ્મ…

PAGE-5

ચૈતન્ય તો અવાક્ મનસ્ (વાણી અને મનથી ) અગોચર પદાર્થ છે. તેનો કોઈ પણ વિષય થઈ શકે, તે કંઈનો પણ વિષય થઈ શકતો હોવાથી , તે નિરુપાધિક બ્રહ્મ (નિર્ગુણ નિરાકાર પરમાત્મા ) છે. નિરુપાધિક બ્રહ્મ ચૈતન્ય સંસારદશામાં શરીર આદિ ઉપાધિનાં વશથી, જીવ અને સાક્ષી તેમજ ઈશ્વર અને બ્રહ્મ (પરમાત્મા ) – પ્રમાણે ચાર પ્રકારે વિભક્ત થાય છે. વિભાગોનું મૂળ અજ્ઞાન (અવિદ્યા ) કે માયા છે.

  અજ્ઞાન (અવિદ્યા ) સમષ્ટિ અને વ્યષ્ટિ ભેદથી બે પ્રકારે છે. વ્યષ્ટિઅજ્ઞાન ઉપહિત ચૈતન્યનેજીવકહેવાય છે. સમષ્ટિ અજ્ઞાન ઉપહિત ચૈતન્યનું મૂળ પ્રત્યગાત્મા ‘’સાક્ષી ‘’ છે. સાક્ષીનો સ્વભાવ છે કે તે સ્વયં પ્રકાશિત થઈને, એની ઉપાધિ અજ્ઞાન (અવિદ્યા ) અને તેનાંથી ઉત્પન્ન સુક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર વિ.ને, અજ્ઞાન અને અંતઃકરણની વૃત્તિની અપેક્ષા વિના પ્રકાશિત કરે છે. અર્થાત્ જે પ્રકારે જડ અજ્ઞાન અને તેનાંથી ઉત્પન્ન અંતઃકરણ વિ. જડ વસ્તુની સાથે મળીને, પોતાને અને સર્વ જડ પદાર્થોને,  અજ્ઞાન આદિ અંતઃકરણ વિ.ની વૃત્તિની સહાયતાથી, પ્રકાશિત કરે છે. પરંતુ, સાક્ષી તેમ નથી કરતો એટલે કે વૃત્તિ નિરપેક્ષ થઈને, અંતઃકરણ આદિ જડનું પ્રકાશન કરે છે, પણ જડની સાથે મિશ્રિત નથી થતો. અને સાક્ષીની વિશિષ્ટતા છે.

સાક્ષીનાં સ્વરૂપને સ્વીકાર કરવું આવશ્યક છે. જીવભાવનું મૂળ કારણ અજ્ઞાન (અવિદ્યા ) છે. અજ્ઞાનરૂપઉપાધિવશાત્ બ્રહ્મચૈતન્યજીવ (જીવાત્મા ) નામથી કહેવાય છે. તેમજ નિરુપાધિવશાત્ બ્રહ્મચૈતન્યબ્રહ્મ (પરમાત્મા ) નામથી કહેવાય છે. વસ્તુતઃ સાક્ષીથી, બ્રહ્મચૈતન્યનો કોઈ ભેદ નથી. એટલે કે બ્રહ્મચૈતન્યનું ઉપાધિકત્વ એમાં ભેદનું કારણ છે.

સાક્ષી સ્વયંપ્રકાશ હોવાથી, પોતાની ઉપાધિ અજ્ઞાન (અવિદ્યા ) નું પણ પ્રકાશન કરે છે. અજ્ઞાન પ્રકાશિત થવાં છતાં, તે અજ્ઞાનમાં બિંબસ્થાનીય સાક્ષીરૂપ બ્રહ્મચૈતન્યનું એક પ્રતિબિંબ ઉત્પન્ન થાય છે.અજ્ઞાન પણ બ્રહ્મચૈતન્યથી પ્રકાશિત થતાં, ચેતનસમાન જણાવા લાગે છે, બ્રહ્મચૈતન્યનું પ્રતિબિંબ જીવ (જીવાત્મા ) છે અને અજ્ઞાન જીવ (જીવાત્મા ) નોઆનંદમયકોશછે, જે તૈત્તિરીયઉપનિષદમાંતસ્માદ્વા એતસ્માદ્વિજ્ઞાનમયાતડન્યોડન્તરIડડત્માડડનન્દમયઃ (તૈત્તિ..ઉપ.//) (તે વિજ્ઞાનમયથી ભિન્ન (બીજો ) તેની અંદર આત્મા આનંદમય છે.) તથા બ્રહ્મસૂત્રમાં આનન્દમયો અભ્યાસાત્ (બ્રહ્મસૂત્ર.//૧૨)(પ્રસ્તુત તૈત્તિરીય શ્રુતિમાં આનંદમય બ્રહ્મ (પરમાત્મા ) છે, જીવ નહીં, કારણકે આનંદ શબ્દનો બ્રહ્મ (પરમાત્મા )ને માટે અનેક વાર અભ્યાસ જોવામાં આવે છે.) (બ્ર.સૂ. //૧૨). જીવ (જીવાત્મા ) ત્રણ અવસ્થા (દશા )માં સુષુપ્તિઅવસ્થા, મૂર્છા (બેભાન )-અવસ્થા તેમજ મરણઅવસ્થામાં આનંદમયકોશમાં અવરુદ્ધ રહે છે.

 અવિદ્યા (અજ્ઞાન )નું ટુંકમાં વિશ્લેષણ અત્રે જરૂરી છે.તે અવિદ્યા (અજ્ઞાન )ની બે શક્તિઓ છે, ક્રિયારુપા રજોગુણી ‘’વિક્ષેપશક્તિઅને અવિદ્યારૂપા તમોગુણીઆવરણશક્તિ

ક્રિયારુપા રજોગુણી ‘’વિક્ષેપશક્તિથી સનાતન કાળથી સમસ્ત ક્રિયાઓ (કર્મો ) થતી રહે છે.

 જેનાંથી રાગાદિ, દુઃખ આદિ, કે જે મનનાં વિકારો છે, સદા ઉત્પન્ન થાય છે. જેનાં કારણે એક વસ્તુ શું હોય અને શું પ્રતીત (જણાય ) થાય છે. એટલે કે – એક વસ્તુ અન્ય (બીજાં ) સ્વરૂપે જણાય છે, તે અવિદ્યારૂપા તમોગુણી “આવરણ-શક્તિ “ અને આ જ પુરુષનાં જન્મ-મરણરૂપ સંસારનું આદિ અને મુખ્ય….

PAGE-6

કારણ છે. ને ક્રિયારુપા રજોગુણી ‘’વિક્ષેપશક્તિ નાં પ્રસારણ (વિસ્તાર )નો હેતુ પણ છે. તમોગુણથી ગ્રસ્ત થયેલ પુરુષ અતિ બુદ્ધિમાન્ , વિદ્વાન્ , ચતુર, શાસ્ત્રોનાં અત્યંત સૂક્ષ્મ અર્થોને પણ જાણવાવાળો હોય, તો પણ તે શક્તિને કારણે અન્યથા જુદા પ્રકારે સમજાવવાથી પણ, સારી અને સાચી રીતે સમજતો નથી. આમ, અવિદ્યારૂપા તમોગુણી આવરણશક્તિ રીતે અત્યંત બળવાન છે. તેનાંથી તે પુરુષ ભ્રમથી આરોપિત થયેલાં (અધ્યસ્ત ) પદાર્થને સત્ય સમજે છે અને તે તમોગુણોનો બલાત્ (બળપૂર્વકઆશ્રય કરે છે.

  પ્રકારે તમોગુણની મહાન્ અવિદ્યારૂપા તમોગુણી આવરણશક્તિ ઘણી પ્રબળ હોય છે. આવરણ શક્તિનાં સંસર્ગથી, ( ) અભાવના (હું બ્રહ્મ (પરમાત્મા ) નથીએવું જ્ઞાન જેનાંથી થાય તે અભાવના ) , ( ) વિપરીતભાવના (હું શરીર છું તથા તેનાં ધર્મો મારાં છેતેવું જ્ઞાન કે ભાવ તે-વિપરીતભાવના ), ( ) અસંભાવના ( કોઈનાં હોવામાં સંદેહ શંકા, તેઅસંભાવના ) અને ( ) વિપ્રતિપત્તિ (છે કે નથીએવો સંશય તે –- વિપ્રતિપત્તિ ) તમોગુણની વિભિન્ન શક્તિઓ પુરુષને નથી છોડતી અને ક્રિયારુપા રજોગુણી ‘’વિક્ષેપશક્તિ પણ તેને નિરંતર ડામાડોળ રાખે છે.જગત્પ્રપંચનો વ્યવહાર માયા (અવિદ્યા )નીવિક્ષેપશક્તિછે.

 અખંડ, નિત્ય અને અદ્વય (અભિન્ન ) જ્ઞાનશક્તિથી સ્ફુરિત થવાં છતાં, અખંડ ઐશ્વર્ય સંપન્ન આત્મતત્ત્વને તમોગુણીઆવરણશક્તિ પ્રમાણે ઢાંકી દે છે, જેમ કે સૂર્યમંડળને રાહુ. અતિનિર્મળ, તેજોમય આત્મતત્ત્વનાં તિરોભૂત થતાં (ઢંકાઈ જતાં ) પુરુષ અનાત્મદેહ, મન, બુદ્ધિ આદિને , તમોમયી મોહને કારણે હું છુંએમ માનવા લાગે છે. જયારે રજોગુણનીવિક્ષેપશક્તિ અતિ પ્રબળ શક્તિવાળા કામક્રોધ આદિ પોતાનાં બંધનકારી ગુણોથી, જીવ (જીવાત્મા ) ને વ્યથિત કરવા લાગે છે, ત્યારે જુદાજુદા પ્રકારની નીચ ગતિઓવાળો કુમતિ જીવ (જીવાત્મા ) “, વિષયરૂપી વિષથી ભરેલાં અપાર સંસારસમુદ્રમાં ડૂબતો, ઉછળતો મહામોહરૂપ મગરનાં પંજામાં પડીને, અભિમાની થઈને, જુદીજુદી અવસ્થાઓનો અભિનય કરતો, સંસારમાં ભ્રમણ કરે છે.

જે પ્રમાણે સૂર્યનાં તેજથી ઉત્પન્ન થયેલ મેઘમાળા, સૂર્યને ઢાંકીને સ્વયં ફેલાય જાય છે, તેવી રીતે આત્માથી પ્રગટ થયેલ અહંકાર આદિ આત્માને આચ્છાદિત કરીને સ્વયં ફેલાય જાય છે. જે પ્રમાણે કોઈક વેળાએ આંધી, વર્ષાનાં સમયે ઘનઘોર વાદળો દ્વારા સૂર્ય આચ્છાદિત થતાં, ભયંકર ઠંડી, આંધી, પવનથી સર્વને ખિન્ન કરી દે છે, તે પ્રમાણે બુદ્ધિનાં નિરંતર તમોગુણના આવૃત્ત થતાં, મૂઢ પુરુષને વિક્ષેપશક્તિ જુદાંજુદાં પ્રકારનાં દુઃખોથી સંતપ્ત કરે છે. બંને વિક્ષેપશક્તિ અનેઆવરણશક્તિઓને કારણે (પુરુષને )–જીવ (જીવાત્મા ) ને જન્મમરણનાં બંધનની પ્રાપ્તિ થયેલી છે. અને બંનેને લઈને એનાંથી વિમોહિત થઈને, તે દેહને આત્મા માનીને, સંસારચક્રમાં ભ્રમણ કરે છે.

 આમ, દેહઅભિમાની જીવ (જીવાત્મા ) અવિદ્યા (અજ્ઞાન )થી આચ્છાદિત થઈને, અનેક પ્રકારનાં આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રિવિધ પ્રકારનાં તાપ . દુખો ભોગવતો મૃત્યુપર્યન્ત મનુષ્ય દેહમાં રહે છે.

PAGE-7

વસ્તુતઃ, નિર્ગુણ હોવાં છતાં, પ્રાણ, ઇન્દ્રિયો અને મનના વિવિધ ધર્મોને અવિકારી આત્મસ્વરૂપ પોતાનામાં અધ્યસ્ત (આરોપિત ) કરીને, હુંમારાપણાનાં અભિમાનથી બંધન સ્વીકારીને, ક્ષુદ્ર વિષયોનું ચિંતન કરતો, જાતજાતનાં કર્મો કરતો રહે છે.

સ્વયં પરમગુરુ, ભગવત્સ્વરૂપ પોતાનાં આત્મસ્વરૂપને નથી જાણતો, ત્યાં સુધી પ્રકૃતિનાં ત્રણે ગુણો (સત્વ, રજસ અને તમસ )માં બંધાયેલો રહે છે. તે ગુણત્રયનો અભિમાની થઈને, પરવશ બની, સાત્ત્વિક, રાજસિક અને તામસિક કર્મો કરે છે. તેમજ તે કર્મોનાં અનુસાર ભિન્નભિન્ન યોનિઓમાં જન્મ લે છે. પ્રમાણે, પોતાનાં કર્મોથી અને ગુણાશ્રયોનાં અનુસાર દેવયોનિ, મનુષ્યયોનિ, પશુપક્ષીયોનિ કે સ્થાવર વૃક્ષઆદિ યોનિઓમાં જન્મ લઈ, તે અજ્ઞાનઅંધ જીવ (જીવાત્મા ) ક્યારેક સ્ત્રી, તો ક્યારેક પુરુષ, કે નપુંસક થાય છે. પ્રમાણે, જીવ (જીવાત્મા ) જુદાજુદા પ્રકારની વાસનાઓ લઈને, ઊંચાનીચા માર્ગથી ઉપરનાંનીચેનાં કે મધ્ય લોકોમાં ભટકતોભટકતો પોતાનાં કર્મઅનુસાર સુખદુઃખ ભોગવે છે.

  જગતનાં દ્રશ્ય પદાર્થો સ્વપ્નવત્ વસ્તુતઃ હોવાં છતાં, જ્યાં સુધી અજ્ઞાન નિંદ્રા નથી તૂટતી, ત્યાં સુધી રહેલાં જણાય છે, અને જીવ (જીવાત્મા ) ને જન્મમરણરૂપ, અનર્થરૂપ, સંસારથી મુક્તિ નથી મળતી.તેથી, તેની આત્યંતિક નિવૃત્તિ માટે એક માત્ર આત્મજ્ઞાન ઉપાય છે. જે અવિદ્યા (અજ્ઞાન )ને કારણે પરમાર્થસ્વરૂપ આત્માને જન્મમરણરૂપ અનર્થપરંપરા પ્રાપ્ત થઈ છે, તેની નિવૃત્તિ ગુરુસ્વરૂપ સ્વરૂપમાં એકાગ્રતાપૂર્વક સમ્યકપ્રકારે સમાહિત થવાથી, જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે.

 સાક્ષાત પ્રજાપતિઓના પતિ બ્રહ્મા, ભગવાન શંકર, સ્વાયંભુવ મનુ, દક્ષ આદિ પ્રજાપતિગણ, સનકાદિ નૈષ્ઠિક બ્રહ્મચારી, મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને મૈત્રેય જેટલાં પણ બ્રહ્મવાદી મુનિગણ છે, તે સર્વ, સમસ્ત વાંગ્મયનાં અધિપતિઓ હોવાં છતાં, પણ તપ, ઉપાસના અને સમાધિ દ્વારા સર્વસાક્ષી પરમેશ્વરને જોઈ નહીં શક્યા. વેદ પણ અત્યંત વિસ્તૃત છે, તેનો પાર પામવો અત્યંત કઠણ છે. અનેક મહાનુભાવો તેની આલોચના, પ્રવચન, વ્યાખ્યાન કરીને મંત્રોમાં જણાવેલ ઇન્દ્ર વિ.દેવતાઓનાં રૂપમાં ભિન્નભિન્ન કર્મો દ્વારા, જો કે તે પરમાત્માનું યજન કરે છે, તથાપિ તેનાં સ્વરૂપને તે પણ નથી જાણતાં. હૃદયમાં વારંવાર ચિંતન કરતાં ભગવાન જે સમયે, જે જીવ પર કૃપા કરે છે, તે સમયે તે લૌકિક વ્યવહાર તથા વૈદિક કર્મમાર્ગની દૃઢ આસ્થાથી મુક્ત થાય છે. જે મલીનમતિ કર્મવાદી લોક વેદને કર્મપરક જણાવે છે, તે વાસ્તવમાં તેનો મર્મ જાણતા નથી, તેનું કારણ છે કેપોતાનાં સ્વરૂપભૂત આત્મતત્ત્વને નથી જાણતાં

 સાંસારિક વસ્તુઓ જો કે અસત્ છે, તો પણ અવિદ્યાવશ  જીવ (જીવાત્મા ) તેને સત્યસ્વરૂપે જાણીને, તેનું ચિંતન કરતાં કર્મો કરે છે. તેથી જન્મમરણરૂપ સંસારથી મુક્તિ પામતો નથી.

 પાંચ તન્માત્રાઓનો બનેલો અને સોળ તત્ત્વોથી વિસ્તૃત ત્રિગુણમય સંઘાત

“સૂક્ષ્મશરીર કે લિંગશરીર “ છે, આ જ બ્રહ્મ-ચૈતન્યથી યુક્ત થઈને, “જીવ (જીવાત્મા ) “ કહેવાય છે. એનાં જ દ્વારા પુરુષ ભિન્ન-ભિન્ન દેહોને ગ્રહણ કરે છે અને ત્યાગે છે. તેનાંથી જ તેને હર્ષ, શોક, ભય, સુખ ,દુખ વિ. ભાવોનો અનુભવ થાય છે,

CONTINUED TO PART-II

Advertisements

One thought on “‘BRAHMSUTRA SHANKARBHASHYAM-ADHYAS BHASYAM-PART-I

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s