‘BRAHMSUTRA SHANKAR BHASHYAM-ADHYAS BHASHYAM-PART-II

BRSU-BPS-INDIA-ADHYAS-BHASHYAM-SMASH-JPG

PART-II

II II

 મહર્ષિ  બાદરાયણ  વેદવ્યાસ પ્રણીત 

 બ્રહ્મસૂત્ર

 નાં  ઉપર 

 શ્રીમદ્  પરમહંસ  પરિવ્રાજકાચાર્ય  જગદ્ગુરુ 

 શ્રીમદ્  આદિ  શંકરાચાર્ય  વિરચિત 

 શાંકરભાષ્ય  

 અથવા 

 શારીરકમીમાંસાભાષ્ય  

બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય-ગ્રન્થમાલા (ગુજરાતી સીરીઝ)

 પુષ્પ-પ્રથમ

અધ્યાસ ભાષ્યમ્

 મૂળ સંસ્કૃત ભાષ્ય

 પ્રસિદ્ધ ભામતી-રત્નપ્રભા-ન્યાયનિર્ણય-ન્યાયમાલા

 આદિ મૂળ સંસ્કૃત વ્યાખ્યાઓનાં તાત્પર્યનો સમાશ્રય કરીને 

 ભરત પુરુષોત્તમ સરસ્વતી  

 દ્વારા વિરચિત  

 પરમ જ્યોતિ  

  વ્યાખ્યાથી સમલંકૃત તથા શારીરકમીમાંસાભાષ્યનો  

 સરળ ગુજરાતીભાષાનુવાદ સહિત  

ગુજરાતી વર્ઝન૧.૧.૧.૧

: પ્રકાશક :

 ભરત પુરુષોત્તમ સરસ્વતી

 છત્ર હેઠળ : (UNDER PLATFORM) :

 સ્મેશવર્ડ્સ,ઈન્ક., યુ.એસ.એ. (SMASHWORDS,INC., U.S.A.)

PAGE-8

 જો કે જીવ (જીવાત્મા ) પરિચ્છિન્ન નથી, પણ વિભુ વ્યાપક છે, છતાં પણ પંચભૂતો, ઈન્દ્રિયો અને મનથી યુક્ત થઈને, દેવ, મનુષ્ય, પશુ, પક્ષી ,સ્થાવર આદિ શરીરોને ધારણ કરે છે. તેમજ પોતાનાં સ્વકીય આત્મસ્વરૂપનાં વિવેક જ્ઞાનથી મુક્ત પણ થઈ જાય છે.

 જ્યાં સુધી પાંચપ્રાણ, પાંચકર્મેન્દ્રિયો, પાંચજ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ તથા મન સત્તર તત્વોથી બનેલું સૂક્ષ્મશરીર કે લિંગશરીરથી યુક્ત રહે છે, ત્યાં સુધી તે કર્મોથી બંધાયેલો રહે છે. બંધનને કારણે  અવિદ્યા (અજ્ઞાન, માયા )થી થવાવાળો મોહ તથા કલેશ બરાબર તેનો પીછો કરે છે. પ્રકૃતિનાં ત્રણ ગુણો અને તેનાંથી બનેલી જગતની સર્વ વસ્તુઓને સત્ય સમજવી કે કહેવી, તે ખોટો દુરાગ્રહ છે.

 મનનાં મનોરથોને સમયે કલ્પિત અને સ્વપ્ન સમયે દેખાતી વસ્તુઓની જેમ, ઇન્દ્રિયો દ્વારા જે કઈ ગ્રહણ કરાય છે, તે સર્વ મિથ્યા છે. તેથી, શરીર અને આત્માનાં તત્ત્વને જાણવાવાળા વિદ્વાનો, તો અનિત્ય શરીરને માટે શોક કરે છે, કે તો નિત્ય આત્માને માટે. પરંતુ, જ્ઞાનની દૃઢતા થવાને કારણે, જે લોક શોક કરતાં રહે છે, તેમનો સ્વભાવ બદલવો ઘણો કઠણ છે.

 

 પ્રવૃતમ્ નિવૃતમ્ દ્વિવિધ કર્મ વૈદિકમ્ I

 આવર્તેત પ્રવૃત્તેન નિવૃત્તેનાશ્નુતેડમૃતમ્ II

(શ્રીમદ્ ભાગવત. /૧૫/૪૭ )

(વૈદિક કર્મો બે પ્રકારનાં છે, પ્રથમ પ્રકાર તો તે, કે જે વૃત્તિઓને તેનાં વિષયો તરફ ખેંચી જાય છે, – તે પ્રવૃત્તિ પરક અને બીજો પ્રકાર તે , કે જે વૃત્તિઓને વિષયો તરફથી વાળીને શાંતઅનેઆત્મસાક્ષાત્કારને યોગ્ય બનાવે છે. તે નિવૃત્તિ પરક. પ્રવૃત્તિ પરક વૈદિક કર્મમાર્ગથી વારંવાર જન્મમૃત્યુની પ્રાપ્તિ થાય છે અને નિવૃત્તિ પરક વૈદિક ભક્તિમાર્ગ કે જ્ઞાનમાર્ગથી સ્વસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ) (શ્રીમદ્ભાગવત . /૧૫/૪૭ )

કર્મકાંડમાં શ્યેનયાગ આદિ હિંસામય કર્મ, અગ્નિહોત્ર, દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુયાગ, સોમયાગ, અશ્વમેધ યજ્ઞ, બળીવૈશ્વદેવ વિ. દ્રવ્યમય કર્મોઇષ્ટકર્મકહેવાય છે. દેવાલય, બાગબગીચા, પરબ, કુવા, વાવ, તળાવ,શાળા, રુગ્ણાલય, વિ. બંધાવવા તેપુર્તકર્મકહેવાય છે. સર્વ પ્રવૃત્તિ પરાક કર્મો છે. અને સકામભાવથી યુક્ત થતાં બંધનનાં કારણ બને છે.

 

 યથા તૃણજલૂકેયમ્ નાપયત્યપયાતિ   I

  ત્યજન્મ્રિયમાણોડપિ પ્રાગ્દેહાભિમતિમ્ જનઃ II ૭૬ II

 યાવદન્યામ્ વિન્દેત વ્યવધાનેન કર્મણામ્ I

 મન એવ મનુષ્યેન્દ્ર ભૂતાનામ્ ભવભાવનમ્ II

(શ્રીમદ્ ભાગવત. /૨૯/૭૭ )

(જેવી રીતે તૃણ-જલૂકા નામનું જંતુ, જ્યાં સુધી બીજા તૃણને પકડી લેતું નથી, ત્યાં સુધી પહેલાં તૃણને છોડતું નથી,  તેવી જ રીતે  “જીવ (જીવાત્મા ) “ મરણ કાળ ઉપસ્થિત થતાં, જ્યાં સુધી વર્તમાન દેહઆરંભક કર્મોની સમાપ્તિ થયેથી, બીજું શરીર પ્રાપ્ત નથી કરી લેતો, ત્યાં સુધી પહેલાં શરીરનાં….

PAGE-9

અભિમાનને છોડતો નથી. નારદે રાજા પ્રાચીનબર્હીને કહ્યું કે હે રાજન્ ! મનઃપ્રધાનસૂક્ષ્મશરીરજ  જીવ (જીવાત્મા ) નાં જન્મમરણ આદિનું કારણ છે.)

(શ્રીમદ્ભાગવત . /૨૯/૭૭ )  

 

 જીવો હ્યાસ્યાનુગો દેહો ભૂતેન્દ્રિયમનોમય: I

 તન્નિરોધોડસ્ય મરણમાવિર્ભવસ્તુ સંભવ: II

(શ્રીમદ્ ભાગવત. /૩૧/૪૪ )

(જીવ (જીવાત્મા ) નું ઉપાધિરૂપ સુક્ષ્મશરીર (લિંગશરીર ) તો, મોક્ષપર્યન્ત તેની સાથે રહે છે, તથા પંચમહાભૂતો, દશ ઇન્દ્રિયો અને અગિયારમું મન તથા બુદ્ધિ સર્વનું કાર્યરૂપ સ્થૂળશરીર, તે જીવ (જીવાત્મા ) નું ભોગઅધિષ્ઠાન(આશ્રય) છે. સુક્ષ્મશરીર (લિંગશરીર ) અને સ્થૂળશરીર, બંનેનું પરસ્પર સંગઠિત થઈને કાર્ય નહીં કરવું  – તે પ્રાણીનુંમૃત્યુછે, અને તે બંનેનું સાથેસાથે પ્રગટ થવું તે પ્રાણીનોજન્મકહેવાય છે. ) ( શ્રીમદ્ભાગવત . /૩૧/૪૪ )

 

 પરાભવસ્તાવદ્બોધજાતો યાવન્ન જિજ્ઞાસિત આત્મતત્ત્વમ્ I

 યાવત્ક્રિયાસ્તાવદિદમ્ મનો વૈ, કર્માત્મકમ્ યેન શરીરબન્ધઃ II

 એવં મનઃ કર્મવશમ્ પ્રયુક્તે, અવિદ્યયાડડત્મન્યુપધિયમાને I

 પ્રીતિર્ન યાવાન્મયિ વાસુદેવે, મુચ્યતે દેહયોગેન તાવત્ II

(શ્રીમદ્ ભાગવત. //, )

(જીવ (જીવાત્મા ) ને જ્યાં સુધી આત્મતત્ત્વની જિજ્ઞાસા થતી નથી, ત્યાં સુધી અજ્ઞાનવશ દેહ આદિના દ્વારા તેનું સ્વરૂપ તિરોહિત ઢંકાયેલું રહે છે, જ્યાં સુધી લૌકિકવૈદિકકર્મોમાં ફસાયેલો રહે છે, ત્યાં સુધી મનમાં કર્મની વાસનાઓ પણ રહે છે, તેનાંથી દેહબંધનનીપ્રાપ્તિ થાય છે, આમ, અવિદ્યા(અજ્ઞાન )ના દ્વારા આત્મસ્વરુપના ઢંકાય જવાથી કર્મવાસનાઓને વશીભૂત થયેલ મન, મનુષ્યને ફરીથી કર્મોમાં પ્રવૃત્ત કરે છે. તેથી, જયાં સુધી તે મનને મારામાં ભગવાન વાસુદેવમાં પ્રીતિ નથી થતી, ત્યાં સુધી તે દેહબંધનથી છૂટી શકતો નથી. ) ( શ્રીમદ્ભાગવત . //, )

 જયારે ઇન્દ્રિયજનિત ભોગોનું ચિંતન કરતાં વારંવાર તેને માટે કર્મ કરે છે, ત્યારે તે કર્મમાં થતાં રહેવાથી, અવિદ્યાવશાત્ તે દેહ આદિના કર્મોમાં બંધાય જાય છે. તેથી, તે જીવ (જીવાત્મા ) કર્મબંધનથી છૂટકારો મેળવવા માટે, સંપૂર્ણ વિશ્વને બ્રહ્મ (પરમાત્મા )રૂપે જોતાં, સર્વ પ્રકારે બ્રહ્મ (પરમાત્મા ) સ્વરૂપનું ચિંતન કરે, કે જેનાંથી સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ આદિ થાય છે.

 એતાવાનેવ મનુજૈર્યોગ નૈપુણ બુદ્ધિર્ભિ: I

 સ્વાર્થ: સર્વાત્મના જ્ઞેયો યત્પરાત્મૈકદર્શનમ્ II

(શ્રીમદ્ ભાગવત. ૬/૧૬/૬૩ )—-

PAGE-10

જે લોક યોગમાર્ગનું તત્ત્વ સમજવામાં નિપુણ છે, તેમણે સારી રીતે સમજી લેવું જોઈએકે જીવ (જીવાત્મા ) નો સૌથી મોટો સ્વાર્થ અને પરમાર્થ ફક્ત એટલો છે  કેતે

 બ્રહ્મ ( રમાત્મા ) અને આત્મા (જીવાત્મા ) ની એકતાનો અનુભવ કરી લે)

( શ્રીમદ્ભાગવત . /૧૬/૬૩ )

જેઅવ્યક્તનામવાળી ત્રિગુણાત્મિકા અનાદિ અવિદ્યા (અજ્ઞાન ) કે માયા, પરમેશ્વરની પરાશક્તિ છે, તે માયા છે, જેનાંથી સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે, બુદ્ધીમાન લોક એનાં કાર્યથી અનુમાન કરે છે, તે ઋત છે, કે તો અસત્ છે. અને સદ્અસદ્ઉભયરૂપ છે, પરંતુ, તે અદ્ભૂત અને અનિર્વાચ્ય (વાચાથીવાણીથી કહી શકાય એવી ), તે લોક અને વેદોમાં પ્રસિદ્ધ છે. દોરડાના જ્ઞાનથી સર્પના ભ્રમની જેમ, તે અદ્વિતીય, શુદ્ધ બ્રહ્મ(પરમાત્મા) જ્ઞાનથી નષ્ટ થવા વાળી છે. પોતપોતાનાં પ્રસિદ્ધ કાર્યો થકી સત્ત્વ, રજસ અને તમસ તેનાં ત્રણ ગુણો પ્રસિદ્ધ છે.

ઉપરોક્ત અવિદ્યા (અજ્ઞાન ) ની સિદ્ધિ થતાં, પણ એમાં પ્રમાણ શું છે? કારણકે પ્રમાણ વિના વસ્તુની સિદ્ધિ થતી નથી. તે માટે પ્રમાણ પ્રસ્તુત છેસુખમહમસ્વાપ્સમ્ , કિન્ચિદવેદિષમ્ (હું સુખપૂર્વક સુતો હતો, મને કંઈ પણ ખબર નથી (જાણ્યું નથી ) )   જે અનુભવ બધાંને થાય છે, તે પ્રમાણ છે. પરંતુ, અનુભવ તો ખબર નથી (જાણ્યું નથી ) રીતે  જ્ઞાનનાં અભાવનાં વિષય રૂપમાં ગ્રહણ કરાય છે., આથી, અનાદિ ભાવરૂપ અવિદ્યા (અજ્ઞાન ) સિદ્ધ  થાય છે, કહી શકાય કે સુષુપ્તિ પછી જાગ્રત થતાં ‘’હું ગાઢ નિંદ્રામાં સુખપૂર્વક સુતો હતો, મેં કઈ પણ જાણ્યું નહીં ‘’ સ્મૃતિરૂપ જ્ઞાન , ભાવ રૂપ અવિદ્યા (અજ્ઞાન )માં પ્રમાણ છે. કારણ કેજ્ઞાન વિના સ્મરણ સંભવ નથી. એમાં હેતુ છે કેસ્મરણ અનુભવપૂર્વક થાય છે. તેથી, સ્મરણ અન્ય કોઈ રીતે યોગ્ય નહીં થઈ શકે. તેથી, અર્થાપત્તિ રૂપ પ્રમાણથી ભાવરૂપ અવિદ્યા (અજ્ઞાન )ની સિદ્ધિ માનવી પડે.

શંકા :- અવિદ્યા (અજ્ઞાન )ને અનાદિ ભાવરૂપ માનતાંઅનાદિભાવરૂપં યદ્વિજ્ઞાનેન વિલીયતે, તદજ્ઞાનમિતિ– (“અજ્ઞાન “ — તેને કહે છે જે અનાદિ ભાવરૂપ છે, ને જે વિજ્ઞાનથીબ્રહ્મ (પરમાત્મા)નાં વિશેષ જ્ઞાનથી લીન થાય છે.) . આમ, અનાદિ ભાવરૂપ માનતાં આત્માની જેમ, તેની પણ નિવૃત્તિ નહીં થાય .

સમાધાન : વસ્તુતઃ અવિદ્યા (અજ્ઞાન )ને ભાવરૂપમાં સ્વીકાર નથી કરાતું, પણ અભાવથી વિલક્ષણ હોવાથી, તેમાં ભાવરુપતા ઉપચારથી (ગૌણીવૃત્તિથી ) કહેવાયેલી છે. વાસ્તવિક દ્રષ્ટિથી ભાવરૂપતા નથી, તેથી, અનાદિ હોવાં છતાં,પણ તેનો નાશ બ્રહ્મ(પરમાત્મા).જ્ઞાનથી થાય છે.

  પ્રમાણે પરસ્પર તાદાત્મ્યઅધ્યાસને કારણે અને અધ્યાસ પુનઃ આત્માનાં    

“જીવ (જીવાત્મા) “ભાવનું કારણ છે, એનાં ફળસ્વરૂપ અન્યોઅન્યાશ્રય દોષથી કાર્યકારણભાવનાં વ્યાઘાતથી આશંકા થાય શકે, આથી અધ્યાસને અનાદિ કહ્યો છે, એટલે કે એનો આદિ નથી, કે બીજ અને અંકુરની સમાન અનાદિ છે. એનો અર્થ એ કે- પ્રત્યેક અધ્યાસ પૂર્વ-પૂર્વ અધ્યાસના ફળરૂપ મનાયેલ છે. તેથી, અન્યોઅન્યાશ્રય દોષ નિવારણ માટે, અજ્ઞાનનાં આશ્રય(અધિષ્ઠાન )રૂપમાં બ્રહ્મ (પરમાત્મા ) નહીં માનતાં, એનો આશ્રય “જીવ (જીવાત્મા ) “ થાય છે. તે અધ્યાસ અનાદિ, અનંત……

PAGE-11

છે.કારણ કે તે સ્વાભાવિક એટલે કે અનુત્પન્ન પદાર્થ છે. અધ્યાસ અનાદિ, અનંત હોવાં છતાં, પણ તેની તત્ત્વજ્ઞાનથી નિવૃત્તિ થાય છે, તેથી મિથ્યા પ્રત્યય (પ્રતીતિ, અનુભવ )રૂપ કે અનિર્વચનીય છે.

કર્તૃત્વ પ્રવર્તક છે, તેમજ એનાં ભોક્તૃત્વઅસ્તિત્વમાં સર્વની અપેક્ષાએ બળવાન પ્રમાણ છે કે તે સર્વલોક પ્રત્યક્ષ સિદ્ધ છે, તેથી ઉપસંહાર વાક્યમાં ભાષ્યકાર આચાર્ય શંકરે ભાષ્યમાં કહ્યું છે કે – “એવમયમનાદિરનન્તો નૈસર્ગિકો અધ્યાસો મિથ્યાપ્રત્યયરૂપઃ કર્તૃત્વભોક્તૃત્વ પ્રવર્તક: સર્વલોકપ્રત્યક્ષ: I (આમ, અનાદિ, અનંત, નૈસર્ગિક (કુદરતી ), મિથ્યાજ્ઞાનસ્વરૂપ અને આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ આદિનો પ્રવર્તક અધ્યાસ સર્વજન પ્રત્યક્ષ છે.) અધ્યાસ સ્વરૂપની સિદ્ધિનાં વિષયમાં પ્રમાણપ્રમેયવ્યવહાર વિ,રૂપ સમુદાય યુક્તિ પ્રદર્શિત થઈ છે, અને એનાં દ્વારા કેવળ અધ્યાસ સિદ્ધ થશે, એમ વાત નથી, તો પછી શું? કહીએ છીએસર્વ લોકોનાં અનુભવ સિદ્ધ પણ છે.તેથી,લોક અનુભવથી પણ તે અધ્યાસ સિદ્ધ થાય છે.

** ૧૯ ** વેદાન્તશાસ્ત્ર  વિષયપ્રયોજન :–સાક્ષી, નિર્ગુણ, અક્રિય અને પ્રત્યક્ જ્ઞાનઆનંદસ્વરૂપ તે આત્મામાં, બુદ્ધિનાં ભ્રમથી (અનાત્મક બુદ્ધિનાં અધ્યાસથી ) જીવ (જીવાત્મા ) ભાવની પ્રાપ્તિ થઈ છે, તે વાસ્તવિક નથી, કારણ કે જીવભાવ અવસ્તુરૂપ હોવાથી, મોહ દૂર થતાં , સ્વભાવથી નથી રહેતો. જેવી રીતે ભ્રમની સ્થિતિ પર્યન્ત દોરડાંમાં સર્પની પ્રતીતિ થાય છે, ભ્રમનો નાશ થતાં ફરીથી સર્પ પ્રતીત થતો નથી, તેમ જ્યાં સુધી અધ્યાસ (ભ્રમ ) છે, ત્યાં સુધી પ્રમાદવશ મિથ્યાજ્ઞાનથી પ્રગટ થયેલ, જીવભાવની સત્તા છે. લોકમાં અવિદ્યા (અજ્ઞાન ) અને તેનાં કાર્ય જીવભાવનું અનાદિત્વ મનાયેલું છે. પરંતુ, જાગ્રત થતાં સંપૂર્ણ સ્વપ્નપ્રપંચ પોતાનાં મૂળસહિત નષ્ટ થઈ જાય છે, તેમ જ્ઞાનનાં ઉદય થતાં , અવિદ્યાજનીત જીવભાવનો નાશ થાય છે.

તેથી, જે જીવત્વની બુદ્ધિરૂપ ઉપાધિના સંબંધથી . આત્મામાં કલ્પના કરાયેલી છે, તે સ્વરૂપથી તે આત્માથી પૃથક્ (અન્ય ) નહીં હોય શકે. બુદ્ધિની સાથે આત્માનો સંબંધ મીથ્યIજ્ઞાનને કારણે છે. તેની નિવૃત્તિ આત્માનાં સમ્યક્જ્ઞાનથી થઈ જવાથી, થઈ શકે છે, બીજાં કોઈ પણ પ્રકારે નહીં. બ્રહ્મ (પરમાત્મા ) અને આત્મા (જીવ કે જીવાત્મા )ની એકતાનાં જ્ઞાનને વાસ્તવિક કે સમ્યક્જ્ઞાન શ્રુતિએ (વેદોએ ) કહેલું છે. તેથી, બ્રહ્મઆત્માઐક્ય જ્ઞાનથી જીવ(જીવાત્મા )ભાવની – (અવિદ્યા કે અજ્ઞાનની ) નિવૃત્તિ થાય છે. તેથી આચાર્ય શંકરે અહીં સર્વ અનર્થોનાં સાધનભૂત અધ્યાસ (અવિદ્યા )ને દૂર કરવા માટે આત્માએકત્વ વિદ્યા (બ્રહ્મવિદ્યા , વેદાન્તશાસ્ત્ર )ની આવશ્યકતા પ્રદર્શિત કરી છે.

બ્રહ્મ (પરમાત્મા )સ્વરૂપ આત્મા આ અધ્યાસ (અવિદ્યા અજ્ઞાન )માં નું એકમાત્ર અધિષ્ઠાન (આશ્રય ) છે, જેવી રીતે ચાંદીમાં છીપના ભ્રમમાં, છીપ ચાંદીનાં ભ્રમનું અધિષ્ઠાન (આશ્રય )છે. ફળસ્વરૂપે અદ્વિતીય  બ્રહ્મ (પરમાત્મા )નો સાક્ષાત્કાર, જગત-ભ્રમ-રૂપ અધ્યાસની નિવૃત્તિને માટે એકમાત્ર સાધન છે. તેથી જ કહેવાયું છે કે – વેદાન્ત-વિચારનાં આરંભમાં મુખ્ય ફળ આત્મા-એકત્વ-વિદ્યાનો લાભ અને તેનું ફળ મુક્તિ (મોક્ષ ) છે કે અવિદ્યા (અજ્ઞાન )ની નિવૃત્તિ છે. તેથી,.વેદાન્ત-વિચાર આવશ્યક છે. વેદાન્ત-વિચારનો ઉદ્દેશ્ય વેદાન્ત-વાક્યનો જપ, કોઈ પ્રકારની સગુણ ઉપાસના કે કોઈક…..

PAGE-12

પ્રકારનાં શાસ્ત્રવિહિત કર્મનું અનુષ્ઠાન નથી, કારણ કે બ્રહ્મ (પરમાત્મા )રૂપ અધિષ્ઠાન (આશ્રય )નું નિશ્ચયાત્મક જ્ઞાન સમૂળ અવિદ્યા (અજ્ઞાન )નો નાશ કરે છે.

અવિદ્યાનું મૂળ પૂર્વપૂર્વ જન્મનાં અવિદ્યા (અજ્ઞાન )જનિત સંસ્કારસમૂહ છે. સંસ્કારરૂપ મૂળની સાથે અવિદ્યા (અજ્ઞાન )ની નિવૃત્તિ થતાં, તે અવિદ્યાનો પુનઃ ઉદય થઈ શકે છે. આથી, સમૂળ અવિદ્યા (અજ્ઞાન )ની નિવૃત્તિ અત્મૈકત્વવિદ્યા (બ્રહ્મવિદ્યા કે વેદાન્ત )નું ફળ છે. અને તે માટે વેદાંતનું અનુશીલન આવશ્યક છે. જપને માટે કે કર્મમાં પ્રવૃત્ત થવા માટે વેદાંતનું અનુશીલન નથી. જ્ઞાન મુક્તિ (મોક્ષ )નો સાક્ષાત્ ઉપાય છે. ઉપાસના કે યજ્ઞ, યાગ વિ. કર્મોનું અનુષ્ઠાન મુક્તિનું સાધન નથી, કે સાક્ષાત્ ઉપાય નથી.તો પછી વૈદિક કર્મો શાને માટે છે? —કહીએ છીએ કર્મો તો ચિત્તશુદ્ધિનું સંપાદન કરી, મુક્તિમાં સાધન રૂપ આત્મતત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનાં ઉપાયમાત્ર છે.

પૂર્વપક્ષ :-હું પોતાને કર્તા અને ભોક્તા સમજું છું “- તે અંધકારમાં સર્પનાં જ્ઞાનની જેમ એકાએક ઉત્પન્ન જ્ઞાન નથી, પરંતુ, મારાં સુદૃઢ સંસ્કારથી ઉત્પન્ન છે. આત્મા અકર્તા અને અભોકતા છે, એમ કહીને તમો અમોને હજારોવાર સમજાવવા છતાં, કે મંત્રના જેમ હજારોવાર જપ કરતાં કે વિચાર કરતાં, પણ સુદૃઢ સંસ્કાર છે, તે અમારાં અસ્તિત્વની સાથે અવિચ્છેદ્યરૂપથી સ્થિર છે, તેથી, બ્રહ્મ (પરમાત્મા ) ને આત્મા (જીવ , જીવાત્મા ) બંને અભિન્ન છે, એટલે કે અમારો આત્મા બ્રહ્મ (પરમાત્મા )સ્વરૂપ છે જાણવા છતાં, પણ કહેલું મિથ્યાજ્ઞાન પણ ક્યારેય નિવૃત્ત નહીં થઈ શકે આથી, ઉપાસના, મંત્રજપ કે કર્મઅનુષ્ઠાન વિ. અત્યંત આવશ્યક છે.

સિદ્ધાંતપક્ષ – “હું બ્રહ્મસ્વરૂપ છું, “ “બ્રહ્મ (પરમાત્મા ) મારું સ્વરૂપ છે, “ એટલે કે – “બ્રહ્મ (પરમાત્મા ) અને હું સ્વરુપતઃ સંપૂર્ણભાવમાં અભિન્ન છે,” પ્રમાણેનાં જ્ઞાનની પુનઃ પુનઃ આવૃત્તિ કરવી, અર્થાત્ આદરપૂર્વક કે અનુરાગથી નિરંતર તેલની ધરાની જેમ અવિચ્છિન્ન સતત દીર્ઘકાળ અભ્યાસ કરવો. એટલે કે ધ્યાન કે નિદિધ્યાસન કરવું. તેથી તે તત્ત્વજ્ઞાનથી સુદૃઢ સંસ્કાર ઉત્પન્ન થશે. તે સંસ્કાર કહેલ સુદૃઢ અવિદ્યા (અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન )નાં સંસ્કારને પણ વિનષ્ટ કરી દે છે. દુઃખનાં કારણરૂપ અને મોહરૂપ અનાત્મચિંતનને છોડીને આનંદસ્વરૂપ આત્માનું ચિંતન કરવું, તે સાક્ષાત મુક્તિનું સાધન થા કારણ છે.

 જે સ્વયંપ્રકાશ, સર્વનો સાક્ષી નિરંતર વિજ્ઞાનમય કોશમાં વિલસે છે. સમસ્ત અનિત્ય પદાર્થોથી પૃથક (જુદાં ) પરમાત્માને પોતાનું સ્વરૂપલક્ષ્ય બનાવીને, તેનું તૈલધારાવત્ અખંડ વૃત્તિથી આત્મભાવથી ચિંતન કરવું. અન્ય પ્રતીતિઓથી રહિત અખંડ વૃત્તિથી અદ્વિતીય આત્માનું ચિંતન કરતાં કરતાં આત્માને સ્પષ્ટ રીતે પોતાનું સ્વરૂપ જાણવું.

 બ્રહ્માથી લઈને તૃણ ( તણખલું ) પર્યન્ત સમસ્ત ઉપાધિઓ મિથ્યા (પરિવર્તનશીલ ) છે. આથી, પોતાને સદા એકાત્મ રૂપથી સ્થિત, પરિપૂર્ણ આત્મસ્વરૂપથી ચિંતન કરવું. અજ્ઞાનનાં નષ્ટ થતાં સંપૂર્ણ વિશ્વ આત્મસ્વરૂપ જણાય છે. જેવી રીતે તરંગ, ફીણ, પરપોટા વિ. સ્વરૂપથી સર્વ જળરૂપ છે, તેવી રીતે દેહથી માંડીને અહંકાર પર્યન્ત સર્વ જગત્ પણ અખંડ શુદ્ધ ચૈતન્ય આત્મા છે.

 મન અને વાણીથી પ્રતીત થતું આ સર્વ જગત્ સત્ સ્વરૂપ જ છે, સત્ થી પૃથક્ કઈ પણ નથી. પશ્યતિ , શ્રુણોતિ  , વિજાનાતિ   વિ. ક્રિયાપદોનાં પુનઃ પુનઃ પ્રયોગથી આ શ્રુતિ કહે છે – “યત્ર નાન્યત્……..

PAGE-13

પશ્યતિ નાન્યચ્છ્રુણોતિ નાન્યદ્વિજાનાતિ ભૂમા “ (છાંદોગ્ય ઉપ. /૨૪/ )  (જ્યાં બીજું કાંઈ પણ નથી જોતો, નથી સાંભળતો, કે  નથી જાણતો, તે ભૂમા (સર્વવ્યાપક બ્રહ્મ ) છે.) (છાંદો. ઉપ /૨૪/ ) અદ્વૈતપરક શ્રુતિ મિથ્યા અધ્યાસની નિવૃત્તિનાં માટે વારંવાર દ્વૈતનો અભાવ બતાવે છે. વિષયે અધિક શું કહેવું? જીવ (જીવાત્મા) તો સ્વયં બ્રહ્મ (પરમાત્મા) છે.

  બ્રહ્મ (પરમાત્મા ) જગત્ રૂપથી વ્યાપ્ત છે. કારણ કેશ્રુતિ કહે છે કેબ્રહ્મ (પરમાત્મા ) અદ્વિતીય છે. પ્રમાણેનો નિશ્ચય છે. જેને બોધ થયો કે – ‘હું બ્રહ્મ (પરમાત્મા ) છું. તે બાહ્ય વિષયોને સર્વથા ત્યાગીને, બ્રહ્મ (પરમાત્મા )ભાવથી સદા સત્ચિત્ આનંદ રૂપથી સ્થિત રહે છે.

 મનુષ્ય જ્યાં સુધી મૃતકતુલ્યદેહમાં આસક્ત રહે છે, ત્યાં સુધી તે અત્યંત અપવિત્ર રહે છે ને જન્મમરણ . વ્યાધિઓથી આશ્રિત બની, તેને બીજાંઓથી અત્યંત કલેશ ભોગવવો પડે છે. પરંતુ,જયારે તે પોતાનાં કલ્યાણસ્વરૂપ, અચલ અને શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કરી લે છે, ત્યારે તે સમસ્ત ક્લેશોથી મુક્ત થઈ જાય છે. જે પોતાની તાત્ત્વિકબુદ્ધિથી આત્મા કે  જીવ (જીવાત્મા ) અને બ્રહ્મ (પરમાત્મા ) તેમજ બ્રહ્મ (પરમાત્મા ) અને જગત્ માં કોઈ ભેદ જોતો નથી, તે પુરુષજીવનમુક્તમનાય છે.

 તેથી, સાક્ષાત્કારાત્મક જ્ઞાનનાં અભાવમાં મુક્તિ નથી થતી . સાક્ષાત્કારાત્મક જ્ઞાનને માટે ધ્યાન કે નિદિધ્યાસન પરમ આવશ્યક છે. તેથી, મુક્તિને માટે જ્ઞાનનો અભ્યાસ શ્રેષ્ઠ ઉપાય છે. તેથી, વેદાન્તવિચાર આવશ્યક છે, પ્રમાણે, વેદાન્તશાસ્ત્રઆરંભની સર્વથા આવશ્યકતા છે .

શંકા :-   સંપૂર્ણ વેદાન્ત આત્માનું એકત્વનું પ્રતિપાદન કરે છે. પરંતુ, તે સંભવ કેવી રીતે છે? તેથી, ઉપાસના માટે વેદાન્ત વાક્યોનો જપ કેમ આવશ્યક નહીં બને? તેમજ તેનું ફળ મુક્તિ કેમ બને? વેદાંતનો આત્માએકત્વપરત્વ અંશમાં પ્રામાણ્ય રહેતાં, પણ દ્વૈત અંશમાં પ્રામાણ્ય રહેતાં, શું હાનિ છે?

સમાધાન :- ભગવાન ભાષ્યકાર આચાર્ય શંકર કહે છે – “જે પ્રમાણે સર્વ વેદાન્તોનો બ્રહ્મ (પરમાત્મા ) આત્મા (જીવાત્મા ) એકત્વ પ્રયોજન છે, તેને તે પ્રમાણે અમો અહીંશારીરકમીમાંસા માં બતાવીશું . સર્વ વેદાન્તોનો અર્થ છે, તે અમો શારીરકમીમાંસાગ્રંથમાં પ્રદર્શિત કરીશું. વેદાન્ત આત્માએકત્વ વિદ્યા પરક શાસ્ત્ર છે. ઉદ્દેશ્યની સિદ્ધિને માટે ભાષ્યનું પ્રણયન કરાયું છે. તે અહી પ્રતિજ્ઞા કરાયેલી છે.

 વેદાંતમાં ઉપાસના છે, પણ તેનું ફળ મુક્તિ નથી. તેનો સુખલાભ જ પ્રયોજન છે. નિષ્કામ થઈને આ ઉપાસના કરતાં, એકાગ્રતા અને ચિત્તશુદ્ધિ તેનું ફળ છે. ચિત્તશુદ્ધિ થઈને આત્મૈક્ત્વ-વિદ્યા દૃઢ થતાં, વેદાંતમાં ઉપાસનાનું વર્ણન પ્રથમ અંશમાં જ દેખાય છે. બીજાં શબ્દોમાં કહીએ તો – આ ઉપાસના ઉક્ત જ્ઞાનનું અંતરંગ ( અંદર આવતું ) સાધન હોતાં, વેદાંતના ભાગ રૂપે છે. કર્મ એ બહિરંગ ( બહાર આવતું ) સાધન હોતાં, આ વેદાન્ત એ કર્મકાન્ડાત્મક બ્રાહ્મણ અને આરણ્યક અંતર્ભૂત છે…..

PAGE-14

અહીં  શારીરકમીમાંસા નો અર્થ પહેલા જાણીએ વેદાંતનો ઉદ્દેશ્ય આત્મૈક્યજ્ઞાનનો ઉપદેશ છે. તેથી, તેને નામથી કહેવાય છે. શરીરમેવ શરીરકમ્, તત્ર નિવાસી(જીવાત્મા) શારીરકમ્

શરીરક નો અર્થ શરીર છે, તેમાં જે રહે તે જીવાત્મા શારીરક શબ્દથી કહેવાયેલ  છે.   અથવા શીર્યત ઈતિ શરીરમ્ “ (જે નાશને પામે છે, તે સ્થૂળ દેહને શરીર કહે છે. ) કે  “કુત્સિત શરીરમ્ શરીરકમ્,  તત્ર ભવ શારીરકમ્(અત્યંત ઘૃણિત હોવાથી શરીર શરીરક  છે, તે શરીરક માં રહેવાવાળા જીવાત્માને શારીરકકહે છે. ). જીવાત્માની મીમાંસા ( શારીરકમીમાંસાઅર્થાત્ તત્ત્વમસિ  મહાવાક્યના ત્વમ્ પદના અભિધેય જીવાત્માનો  અને તત્ પદના અભિધેય બ્રહ્મ (પરમાત્મા ) થીઅભિન્નરૂપતાનો વિચાર છે. જીવબ્રહ્મ (જીવાત્માપરમાત્મા ) નો ઐક્યવિચાર અત્યંત પ્રસંશનીય હોતાં, તે મીમાંસા   એટલે કેપૂજિતવિચારછે. કારણ કે વિચારથી જીવાત્માના પરમ પુરુષાર્થ રૂપ મુક્તિ  (મોક્ષ )  સિદ્ધ થાય છે, અન્ય રીતે નહીં. હેતુથી પ્રકૃત ગ્રંથને શારીરકમીમાંસા કહેવાય છે.

ઉપર્યુક્ત રીતે વિષય અને પ્રયોજન સિદ્ધ થતાં, બ્રહ્મ (પરમાત્મા )વિચાર શાસ્ત્ર બ્રહ્મમીમાંસા અથવા ઉત્તરમીમાંસા કે બ્રહ્મસૂત્ર વિ. પર્યાયોથી ઉક્ત શારીરકમીમાંસાશાસ્ત્ર  આરંભણીય  હોવામાં, કોઈ પ્રકારનો સંદેહ રહેતો નથી

સંદેહ અને પ્રયોજન વિના કોઈ પણ કાર્ય, વિચાર કે મીમાંસા વિશે વિદ્વાનોની પણ પ્રવૃત્તિ થતી નથી. સંદેહ અને પ્રયોજનની સુચના માટે મહર્ષિ બાદરાયણવેદવ્યાસ અથાતો બ્રહ્મજિજ્ઞાસાઆ પ્રથમ સૂત્રની રચના કરી છે.- આ સિદ્ધાંત છે.

 *****

 

 II ॐ તત્સદ્ ઈતિ શ્રીમત્ પરમહંસપરિવ્રાજકસ્વામી મુક્તાનંદ ભગવત્ પૂજ્યપાદ શિષ્ય ભરત પુરુષોત્તમ સરસ્વતી કૃત બ્રહ્મસૂત્રશારીરકમીમાંસાભાષ્યનીપરમ જ્યોતિનામક ગુજરાતી વ્યાખ્યામાં અધ્યાસભાષ્ય સમાપ્ત II  

 

 

Advertisements

One thought on “‘BRAHMSUTRA SHANKAR BHASHYAM-ADHYAS BHASHYAM-PART-II

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s