“ બ્રહ્મસૂત્ર-શાંકરભાષ્યમ્ “ ગુજરાતી ભાષાનુવાદ- “ પરમ જ્યોતિ “ ટીકા સહિત॰ तदन्तरप्रतिपत्तौ रंहति सम्परिष्वक्तः प्रश्ननिरूपणाभ्याम् II3.1.1II

બ્રહ્મસૂત્રશાંકરભાષ્યમ્

ગુજરાતી ભાષાનુવાદ– “ પરમ જ્યોતિટીકા સહિત

तदन्तरप्रतिपत्तौ रंहति सम्परिष्वक्तः प्रश्ननिरूपणाभ्याम् II3.1.1II 

સૂત્રપદચ્છેદ: तदन्तरप्र्तिपतौ, रँहति, सँपरिश्वक्तः, प्र् श्ननिरूपणाभ्याम् |

સૂત્રઅર્થ:[ तदन्तरप्र्तिपतौ ] જીવાત્મા બીજાં દેહની પ્રાપ્તિમાં દેહનાં બીજભૂત સૂક્ષ્મભૂતોથી

[ सँपरिश्वक्तः ]   પરિવેષ્ટિત થઈને ધૂમ આદિ માર્ગથી સ્વર્ગલોકમાં [ रँहति ] જાય છે,

प्र् श्ननिरूपणाभ्याम् ] કારણ કેवेत्थ यथा. “ પ્રશ્ન છે અનેइति तु

पंच्यामाहुतौ॰ શ્રુતિનું નિરૂપણ ( પ્રતિવચન ) છે [ ]

________________________________________________________

तदन्तरप्रतिपत्त्यधिकरणम्।। 3.1.1**

तदन्तरप्रतिपत्तौ रंहति संपरिष्वक्त इति। तदन्तरप्रतिपत्तौ देहान्तरप्रतिपत्तौ, देहबीजैर्भूतसूक्ष्मैः संपरिष्वक्तः, रंहति गच्छतिइत्यवगन्तव्यम्; कुतः? प्रश्ननिरूपणाभ्याम्; तथा हि प्रश्नः — ‘ वेत्थ यथा पञ्चम्यामाहुतावापः पुरुषवचसो भवन्तिइति; निरूपणं प्रतिवचनम्, द्युपर्जन्यपृथिवीपुरुषयोषित्सु पञ्चस्वग्निषु श्रद्धासोमवृष्ट्यन्नरेतोरूपाः पञ्च आहुतीर्दर्शयित्वा, — ‘ इति तु पञ्चम्यामाहुतावापः पुरुषवचसो भवन्तिइति; तस्मादद्भिः परिवेष्टितो जीवो रंहति व्रजतीति गम्यते। नन्वन्या श्रुतिः जलूकावत्पूर्वदेहं मुञ्चति यावन्न देहान्तरमाक्रमतीति दर्शयति — ‘   तद्यथा तृणजलायुकाइति; तत्राप्यप्परिवेष्टितस्यैव जीवस्य कर्मोपस्थापितप्रतिपत्तव्यदेहविषयभावनादीर्घीभावमात्रं जलूकयोपमीयत इत्यविरोधः। एवं श्रुत्युक्ते देहान्तरप्रतिपत्तिप्रकारे सति, याः पुरुषमतिप्रभवाः कल्पनाःव्यापिनां करणानामात्मनश्च देहान्तरप्रतिपत्तौ कर्मवशाद्वृत्तिलाभस्तत्र भवति, — केवलस्यैवात्मनो वृत्तिलाभस्तत्र भवति, इन्द्रियाणि तु देहवदभिनवान्येव तत्र तत्र भोगस्थाने उत्पद्यन्ते, — मन एव वा केवलं भोगस्थानमभिप्रतिष्ठते, — जीव एव वा उत्प्लुत्य देहाद्देहान्तरं प्रतिपद्यते, शुक इव वृक्षाद्वृक्षान्तरम्इत्येवमाद्याः, ताः सर्वा एव अनादर्तव्याः, श्रुतिविरोधात्।।

શારીરક મીમાંસાભાષ્ય

પૂર્વભૂમિકા:    દ્વિતીય અધ્યાયમાં વેદાંત પ્રતિપાદિત બ્રહ્મદર્શનમાં સ્મૃતિ અને ન્યાયનાં વિરોધનું

નિરાકરણ કરાયું તેમાં બીજાં પક્ષો અપેક્ષિત નથી એનું વિસ્તારથી વણઁન તથા શ્રુતિવિરોધનું નિરાકરણ પણ કરાયું તેમાં જીવાત્માથી ભિન્ન જીવાત્માનાં ઉપકરણો [પ્રાણ, ઈન્દિયો આદિ] રૂપ તત્વો બ્રહ્મથી ઉત્પન્ન થાય છે, કહેવાયું છે હવે જીવાત્માની સંસારગતિનો પ્રકાર, તેની બીજી અવસ્થાઓ, બ્રહ્મતત્વ, વિદ્યાનો ભેદઅભેદ, સમ્યક્જ્ઞાનથી પુરુષાર્થ [મોક્ષ રૂપ પરમ પુરુષાર્થ]ની

સિદ્ધિ, સમ્યક્જ્ઞાનનાં ઉપાયવિધિનો ભેદ, મુક્તિફળનો અનિયમ સર્વ વિષયસમૂહનો

તૃતીય અધ્યાયમાં નિરૂપણ કરાશે અને પ્રસંગથી આવેલું કેટલુંક બીજું પણ કહેવાશે

તેમાં પ્રથમ પાદમાં [છાંદોગ્યઉપનિષદના પાંચમા અધ્યાયના ચતુર્થ ખંડમાની] “પંચાગ્નિવિદ્યાનોઆશ્રય કરીને તસ્માજ્જુગુપ્સેત્[ આથી સંસારગતિથી ઘ્રુણા કરવી જોઈએ (છાં/૧૦/)]

        પ્રમાણે અંતમાં શ્રવણથી સંસારગતિનો ભેદ વૈરાગ્યને માટે દર્શાવવામામાં આવે છે

મુખ્યપ્રાણ સચિવ જીવાત્મા ઈન્દિય, મન, અવિદ્યા, કર્મ અને પૂર્વપ્રજ્ઞાસ્થિત જન્માંતરસંસ્કારો

ની સાથે પૂર્વ દેહનો ત્યાગ કરીને બીજા દેહને પ્રાપ્ત કરે છે; એજ્ઞાત થયું, કારણ કેઅથૈનમેતેપ્રાણા અભિસમાયન્તિ “ [ મરણ સમયે વાક્  આદિ  ઈન્દ્રિયો જીવાત્મા પ્રતિ એકત્રિતથઈ જાય છે ]  અહીંથી લઈનેઅન્યન્નવતરં  કલ્યાણતરં રૃપં કુરૃતે “ [ બીજા અધિક સુંદર અને કલ્યાણકારક રૂપ [ દેહ ] ની રચના કરે છે “(બ્રુહદ્//) ]

અહીં સુધી સંસારપ્રકરણસ્થ શ્રુતિછે તથા  પૂણ્ય અને પાપનાં ફળનાં ઉપભોગનો સંભવ પણ છે, તે જીવાત્મા શું દેહનાં બીજભૂત  સૂક્ષ્મભૂતોથી અપરિવેષ્ટિત [અસંબંધિત  કે વિંટાયાવિના] થઇને જાય છે કે પરિવેષ્ટિત થઈને જાય છે? – વિશે વિચાર કરવામાં આવે  છે, ત્યારે શું પ્રાપ્ત થાય છે?

પૂર્વપક્ષી: જીવાત્મા અપરિવેષ્ટિત [ અસંબંધિત ] થઇને જાય છે તમે પૂછશો કેતેમ શાનાથી કહ્યું?- એનાંથી કે ઈન્દ્રિયોનાં ગ્રહણની જેમ ભૂતોનું ગ્રહણ શ્રુતિમાં થતું નથી એતાસ્તેજોમાત્રાઃ સમભ્યાદદાનઃ “ [ તે પ્રાણોની તેજોમાત્ત્રાને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરીને હ્રદયમાં અનુક્રાંત થાય છે(બ્રુહદ્//) ] અહીંતેજોમાત્રાઃશબ્દથી શ્રુતિ કરણોનું ગ્રહણ કહે છે; કેમકે વાક્યશેષમાં ચક્ષુ આદિનું કથન છે પ્રમાણે ભૂતમાત્રાઓનાં ગ્રહણનું  કથન નથી, અને ભૂતમાત્રા તો સર્વત્રસુલભ છે જ્યાં દેહનો  પ્રારંભ થાય, તે  હોય છે, એથી  તેમને  સાથે લઈ જવું નિષ્પ્રયોજન છે, આથી જીવાત્મા અપરિવેષ્ટિત [ અસંબંધિત ] થઇને જાય છે

સિદ્ધાંતીએવું પ્રાપ્ત થતાં આચાર્ય મહર્ષિ બાદરાયણ કહે છેतदन्तरप्रतिपत्तौ रंहति संपरिष्वक्त:ઈત્યાદિ તદન્તરપ્રતિપતૌ “ – એટલે કે દેહાંતર [ એક દેહમાંથી બીજાદેહની ]

પ્રાપ્તિમાં દેહનાં કારણભૂત સૂક્ષ્મભૂતોથી પરિવેષ્ટિત [ સંબંધિત કે વિંટાઈને ] થઇને જાય છે, એવું સમજવું જોઇએ

એવું તમે શાનાંથી કહો છો?- એનાંથી કે प्रश्ननिरूपणाभ्याम्એવો પ્રશ્ન તથા નિરૂપણ [ ઉત્તર ] છે જેમકેवेत्थ यथा पञ्चम्यामाहुतावापः पुरुषवचसोभवन्ति ‘ [ પાંચાલ નરેશ પ્રવાહણ જૈવલિએ પૂછ્યું– “ હે શ્વેતકેતુ ! શું તું જાણે છે કેપાંચમી આહુતિનાં હવન કરી દેતાં

 આપ્ [ સોમ, ઘૃત આદિ રસ ] પુરુષ સંજ્ઞા [ નામ ]ને કેવી રીતે પ્રાપ્ત થાય છે ?

( છાંન્દો// ) – પ્રશ્ન છે અને સ્વર્ગ [ દ્યુલોક  ], પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને સ્ત્રી પાંચ અગ્નિઓમાં શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને શુક્ર [ વિર્ય ] રૂપ પાંચ આહુતિઓ દર્શાવીને

 “ ઈતિ તુ પંચમ્યામાહુતાવાપઃ પુરુષવચસો ભવન્તીતિ “    [ પ્રમાણે પાંચમી આહુતિનાં હવન કરી દેતાંઆપ્  પુરુષ શબ્દવાચી થઇ જાય છે ( છાંન્દો// ) એવું નિરૂપણ [ પ્રતિવચન, ઉત્તર ] છે   આથી જીવાત્મા જળથી પરિવેષ્ટિત થઇને જાય છે, એવું જ્ઞાત થાય છે

પરમ જ્યોતિ

બીજાઅવિરોધ અધ્યાયમાં વેદાન્ત [ ઉપનિષદ્ ] – તાત્પર્ય નો વિરોધ નહીં હોતાં તૃતીય “   સાધન અધ્યાયમાં તેનાં  સાધનભૂત જ્ઞાનનાં સાધનનાં વિશે વિચાર ઉપસ્થિત થાય છે રીતે બંન્નેનાં હેતુહેતુમદ્ભાવ [ કાર્યકારણભાવ ] સંગતિથી ત્રીજા અધ્યાયનો પ્રારંભ છેતથા સૂક્ષ્મશરીર ઉપાધિસિદ્ધ જીવાત્માનાં પ્રાણ, ઈન્દ્રિયો આદિ ઉપકરણો સિદ્ધ થતાં તેનાંથી ઉપહિત જીવાત્માની સંસારગતિ વગેરેનો વિચાર પ્રસ્તુત થતાં ગત પાદ તથા પ્રથમ પાદનો કાર્યકારણભાવ ] સંગતિથી પ્રારંભ થાય છે

ત્રીજા અધ્યાયનાં પ્રથમ પાદમાં સંસારગતિમાં ઘૃણા દર્શાવીને વૈરાગ્યનું નિરૂપણ કરેલું છે તેમાંછાંન્દોગ્યપનિષદ્ માં કથિત પંચાગ્નિવિદ્યાથી સ્વર્ગ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને સ્ત્રી પાંચની અગ્નિરૂપથી ભાવના કરવી જોઈએ અનુશયી જીવાત્માઓની કર્મ અનુરૂપ ગમન અને આગમન રૂપ સંસારગતિ અનેક અનર્થોને જન્મ આપનારી હોવાથી, તેવી સંસારગતિનાં વિશે ઘૃણા કરવી જોઈએ

          અહીં પંચાગ્નિવિદ્યાથી અગ્નિહોત્રમાં  દધિ આદિ જળ યજમાન સાથે સંલગ્ન થઈને સ્વર્ગલોક  પ્રાપ્ત કરીને, સોમ નામનાં દિવ્યદેહને પ્રાપ્ત કરૈ છે કર્મફળનાંપૂણ્યનાં ક્ષીણ થતાં સોમ દ્રવીભૂત થઈને  પર્જન્યમાં આહુત થાય છે તે પછી જળવૃષ્ટિથી પૃથ્વી પર અન્ન આદિમાં આવે છે પુનઃ તે અન્ન ખાવાથી પુરુષમાં આવે છે તે જળ પુરુષ દ્વારા વીર્યરૂપે સ્ત્રીનાં ગર્ભમાં આહુત થાય છે, રીતે આપ્ [ જળ ] પુરુષ શબ્દ વાચ્ય બને છે તેથી સિદ્ધ થાય છે કેજીવાત્મા દેહનાં કારણભૂત સૂક્ષ્મભૂતોથી પરિવેષ્ટિત [ સંબંધિત કે વિંટાઈને ] થઇને પરલોક જાય છે પૂર્વપક્ષમાં નિરાશ્રય પ્રાણગતિ હોતાં વૈરાગ્ય સિદ્ધ નથી, સિદ્ધાંતમાં સૂક્ષ્મભૂતાશ્રય પ્રાણોની ગતિ હોતાં વૈરાગ્ય સિદ્ધ છે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

One thought on ““ બ્રહ્મસૂત્ર-શાંકરભાષ્યમ્ “ ગુજરાતી ભાષાનુવાદ- “ પરમ જ્યોતિ “ ટીકા સહિત॰ तदन्तरप्रतिपत्तौ रंहति सम्परिष्वक्तः प्रश्ननिरूपणाभ्याम् II3.1.1II

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s